22 દિવસમાં વઢવાણા સિંચાઇ તળાવની પાણીની સપાટીમાં 5.5 ફૂટ જેટલો વધારો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર-વડોદરા જિલ્લાની સરહદે આવેલા વઢવાણા તળાવમાં 22 દિવસમાં પાણીની સપાટી સાડા પાંચ ફૂટ જેટલી વધી છે. જોકે હજી સંખેડા તાલુકાના માંજરોલ બાજુના વિસ્તારમાં પાણી ઓછું દેખાઈ રહ્યું છે.

સંખેડા-ડભોઇ તાલુકા વચ્ચે વઢવાણા તળાવ આવેલું છે.આ તળાવ થકી આશરે 30થી વધુ જેટલા ગામોને સિંચાઇનો લાભ મળે એ હેતુથી બનાવાયેલું છે.ચાલુ વરસે મધ્યપ્રદેશમાં થયેલા સારા વરસાદને પગલે ઓરસંગ નદીમાં પાણીની સારી આવક થયેલી છે.પાણીની સારી આવક થવાના પગલે જોજવા પાસે બનેલા આડબંધ પાસેથી વઢવાણા તરફ વાળવામાં આવેલી ફીડર કેનાલ મારફતે પાણી વઢવાણા તળાવમાં વાળેલું છે.જેથી વઢવાણા તળાવમાં પાણીની આવક સતત ચાલુ જ રહી છે.

વઢવાણા તળાવમાં તા.13મી જુલાઈના રોજ પાણીની સપાટી 173 ફુટ નજીક હતી.જે આજની તારીખે વધીને 178.5 ફૂટે પહોંચી છે.આટલા સમયગાળામાં અહીંયા વઢવાણા તળાવની સપાટીમાં સાડા પાંચ ફૂટ જેટલો નોંધપાત્ર વધારો થયો છે.આ તળાવમાં ભરાતું પાણી ખેડૂતોને ખેતીના પાકોની સિંચાઇ માટે ઉપગોગી બને છે.આશરે 30થી વધુ જેટલા ગામોની ખેતીને સિંચાઈનું પાણી મળે એ હેતુથી બનાવાયેલું છે.

ડાંગરની ખેતી માટે તેમજ નર્મદાની કેનાલમાં પાણી બંધ થયા બાદ પણ વઢવાણા તળાવની કેનાલ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બને છે. આ વરસે ઓરસંગ નદીમાં પાણીની આવક વધતા વઢવાણા તળાવમાં પાણીની સારી આવક થઈ રહી છે.પણ હજી સુધી આ તળાવનો સંખેડા તાલુકાનો માંજરોલ તરફનો વિસ્તાર પાણીથી પૂરતો ભરાયો નથી.

વઢવાણા સિંચાઇ તળાવામાં પાણી સપાટી વધી.તસવીર સંજય ભાટિયા

અન્ય સમાચારો પણ છે...