• Gujarati News
  • વડદલા વસાહતમાં ખેતી કામ કરતી મહિલા પર ભૂંડનો હુમલો

વડદલા વસાહતમાં ખેતી કામ કરતી મહિલા પર ભૂંડનો હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડાતાલુકાની વડદલી વસાહતમાં સીમમાં આવેલા ખેતરમાં શાંતાબેન નાયક નામની મહિલા તથા અન્ય શ્રમિકો ખેતરોમાં નિંદામણને લગતી કામગીરી કરતી હતી. તે વખતે એક ભૂંડ મોટા કદનો ત્યાં આવી ચડ્યો હતો. અને ખેતરમાં નિંદામણની કામગીરી કરી રહેલી શ્રમજીવી મહિલા શાંતાબેન ઉપર હુમલો કર્યો હતો. પરિણામે શાંતાબેનને બન્ને હાથમાં તથા પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત મહિલાએ બૂમાબૂમ કરતા ખેતરમાં કામ કરી રહેલા અન્ય શ્રમિકોએ માટીના ઢેફા ભૂંડને મારવાનું ચાલુ કરતા ભૂંડ ત્યાંથી નાસી છુટ્યું હતું. ઇજાગ્રસ્ત મહિલાને સંખેડા રેફરલમાં લવાઇ હતી.