તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધ્યાહન ભોજન યોજનાના કર્મીઓ ચાર મહિનાથી પગારથી વંચિત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા તાલુકાના 540 જેટલા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ ચાર મહિનાથી પગારથી વંચિત છે.તંત્ર દ્વારા સમયસર પગાર નહી ચુકવાતા કર્મચારીઓમાં વ્યાપક રોષની લાગણી ફેલાઇ છે.મધ્યાહન ભોજન યોજનમાં આ વરસે અનાજ પણ સમયસર અપાયું નહોતું.મધ્યાહન ભોજન યોજનાનો વહીવટ ખાડે ગયાની ચર્ચા.

સંખેડા તાલુકામાં નવું શૈક્ષણિક સત્ર જુન મહિનામાં ચાલું થયું છે.જ્યારથી નવું સત્ર ચાલુ થયું છે.ત્યારથી અત્યાર સુધી મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો, રસોઇયા અને મદદનિશોનો પગાર થયો નથી.માસીક ઉચ્ચક મહેનતાણું મેળવતા આ કર્મચારીઓને સમયસર તંત્ર દ્વારા નથી અનાજ ફળવાતું. કે નથી સમયસર પગાર ચુકવાતો જેને લઇને મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી ફેલાઇ છે.

એક બાજુથી પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસના ભાવોમાં વધારો થઇ રહ્યો છે. તેને લઇને અન્ય ચીજવસ્તુઓના ભાવોમાં પણ વધારો થઇ રહ્યો હોઇ મોંધવારીએ માઝા મુકી છે.એવા સમયે સમયસર પગાર નહી મળતા કર્મચારીઓને જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ બને છે.છંતા પણ તંત્ર દ્વારા જુન-2018 થી સપ્ટેમ્બર-2018 સુધીનો પગાર ચુકવાયો નથી.

બે મહિનાની ગ્રાન્ટ આવી છે
સંખેડા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને ચુકવવાના બાકી પગાર પૈકીના બે મહિનાનો પગાર માટેની ગ્રાંટ આવી ગઇ છે.અને બિલ પણ તૈયાર થઇ ગયું છે.દાખલ પણ કરી દેવાયું છે. કે.એમ. પંડવાળા, મામલતદાર, સંખેડા

અન્ય સમાચારો પણ છે...