તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચમરવાડાથી સંખેડાની બસમાં ઘેટા બકરાની માફક ભરાતા વિદ્યાર્થીઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા તાલુકાના ચમરવાડાથી સંખેડા સુધીની એસ.ટી.બસમાં વિદ્યાર્થીઓ ઘેંટા-બકરાની જેમ ભણવા જવા-આવવા મજબુર બનેલા છે.ભણતર માટે વિદ્યાર્થીઓ મોતની મુસાફરી કરે છે.જે એસ.ટી.બસની 32 સીટની કેપેસીટી છે.પણ તેમાં સોથી વધુ વિદ્યાર્થીઓ બેસીને અભ્યાસ કરવા માટે આવ-જા કરે છે.પાછી આ બસ નિયમિત પણ નથી આવતી. સાવ એવું પણ નથી કે આ વાતથી તંત્ર અજાણ છે. તંત્ર પણ આ હકીકતથી વાકેફ છે.

સંખેડા તાલુકાના છેવાડે આવેલા ચમરવાડા ગામેથી સવારે નવ વાગ્યે ઉપડીને એસ.ટી.ની મીની બસ સંખેડા આવે છે.આ વિસ્તારના આશરે 10થી વધુ ગામોના શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સંખેડા ખાતે અભ્યાસ અર્થે આવે છે.જે એસ.ટી.બસ ચમરવાડાથી વિદ્યાર્થીઓને લઇને સંખેડા આવે છે એ બસ 32 સીટની બસ છે.જેમાં રૂટના વિદ્યાર્થીઓ ઘેંટા બકરાની જેમ ભરેલા જોવા મળે છે.બસમાં બે વ્યક્તિને બેસવા માટેની સીટ ઉપર ત્રણ વિદ્યાર્થીઓ બેસે છે. છાત્રોને ડ્રાઇવરની બાજુની જગ્યા ઉપર પણ બેસી મુસાફરી કરવી પડે છે. સમસ્યા આજકાલની નહી પણ લાંબા સમયથી હોવા છતાં પણ તંત્ર દ્વારા મુશ્કેલી દુર કરવા કાર્યવાહી કરાતી નથી. આ બસ પણ પાછી નિયમિત આવતી નથી.સવારે ના આવે કે સાંજે ના આવે ત્યારે વિદ્યાર્થીઓને જીવના જોખમે ખાનગી વાહનોમાં પણ મુસાફરી કરવી પડે છે. મોતની મુસાફરી સમાન બસની વિદ્યાર્થીઓની આ મુસાફરીથી તંત્ર સાવ વાકેફ નથી એવું પણ નથી.તંત્ર વિદ્યાર્થીઓની આ મુશ્કેલીથી સંપૂર્ણ વાકેફ હોવા છતાં પણ આ રૂટ ઉપર મોટી બસ ફાળવતું નથી.32 સીટની બસમાં સો થી વધુ વિદ્યાર્થીઓ કેવી રીતે મુસાફરી કરતા હશે એ વાતાનુકૂલિત ચેમ્બર કે કારમાં બેસીને ફરતા ચુંટાયેલા પ્રતિનિધિને ક્યાંથી ખબર પડે ω.

બસમાં ઘેટાબકરાની જેમ ભરાતા વિદ્યાર્થીઓ નજરે પડે છે.સંજય ભાટિયા

કોલેજ પૂરી થવા આવી છતાં બસ નિયમિત આવતી નથી
અમે ચમરવાડાથી સંખેડા બસમાં આવ્યા છીએ.એ બસ એટલી બધી ફુલ હોય છે એમાં છોકરા-છોકરીઓને બેસવાની જગ્યા નથી હોતી.ખુબ મુશ્કેલી પડે છે.બસની કોઇ સુવિધા કરતા નથી.સ્કુલ તો ઠીક કોલેજ પુરી થવા આવી છે.બસ નિયમિત પણ નથી આવતી.છાયાબેન , વિદ્યાર્થીની”

જ્યારથી રૂટ ચાલુ ત્યારથી તકલીફ પડે છે
ચમરવાડા રૂટ પરથી 120 વિદ્યાર્થીઓ આવે છે.ત્યાં નાની બસ છે એટલે છોકરાઓને તકલીફ પડે છે.મોટી બસ આપી હોય તો તકલીફ ના પડે.આ તકલીફ જ્યારથી રૂટ ચાલુ થયો ત્યારથી આ તકલીફ છે.આ ચાલે છે અને આ લોકો ચલાવે છે.એટલે ધ્યાન નથી અપાયું.આર.સી.રાઠવા, કંટ્રોલર સંખેડા બસ સ્ટેંડ.

અન્ય સમાચારો પણ છે...