તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાબુંઘોડાના ઝંડ હનુમાનજીના મંદિરે માનવ મહેરામણ ઉમટયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રાવણ મહિનાના પહેલા શનિવારે જાબુંઘોડાના જંગલ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ તિર્થ સ્થળ ઝંડ હનુમાન નામે ઓળખાતા આ સ્થળે હનુમાનજીની લગભગ 18 ફુટ જેટલી લાંબી એક જ પથ્થરમાંથી કોતરાયેલી હનુમાનજીની પ્રતિમા આવેલી છે.

અહીંયા આટલી વિરાટ હનુમાનજીની પ્રતિમાના દર્શનાથે આખું વરસ ભક્તો આવે છે. પણ સૌથી વધારે મોટી સંખ્યા ભક્તો શ્રાવણ મહિના અહીંયા આવે છે. આ સાથે અહીંયા ભીમની ઘંટી તેમજ મહાભારતના સમયમાં દ્રૌપદીને પાણીની તરસ લાગી ત્યારે અર્જુને બાણ મારીને જમીનમાંથી પાણી કાઢ્યું હતું.એ સ્થળ પણ જોવાલાયક છે.

આજે શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર હોઈ અહીંયા હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે માત્ર આ વિસ્તારના જ નહિ પણ વડોદરા અને અન્ય શહેરોમાંથી પણ ભક્તો દોડી આવ્યા હતા. જાબુંઘોડાના જંગલમાં આવેલા આ ઝંડ હનુમાનજીના મંદિરે ચોમાસામાં ચોમેર જ કુદરતી વાતાવરણ ખીલી ઉઠે છે.જેથી દર્શન સાથે કુદરતી નયનરમ્ય વાતાવરણ માણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...