તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સગીરાને લગ્નની લાલચ આપી યુવક ભગાડી ગયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા તાલુકાના એક ગામની સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી.તા.8 ઓગસ્ટના રોજ રાત્રે ઘરના સૌ જમી પરિવારીને સૂતા હતા.સગીરાના પિતા રાત્રે પેશાબ કરવા માટે ઉઠ્યા અને પછી પરત આવ્યા ત્યારે સગીરા નહોતી.જેથી તેની તપાસ કરી પણ તે મળી નહોતી. સગીરા અગાઉ સંખેડા ભણતી હતી ત્યારે વિરલભાઈ કનુભાઈ તડવી આંટા ફેરા મારતો હતો.જેથી તેના ઘરે તપાસ કરતા તે ઘરે મળ્યો નહોતો.યુવકના પિતા કનુભાઈ શિવાભાઈ તડવી અને માતા સુશીલાબેન,દીકરો અને દીકરી વિલાસબેન સંજયભાઈને ઠપકો આપી દિકરી શોધી લાવવાનું કહેતા તેઓ સામા થઈ ગયા હતા.તારાથી થાય તે કરી લેજો એમ જણાવ્યું હતું.ત્યાર બાદ સગીરાના પિતાને જાણવા મળ્યું કે તેમની દીકરીને ભગાડી જવામાં સંખેડાના નવીનભાઈ દિલીપભાઈ તડવી અને ચૌહાણ અર્જુનભાઇ રઘુભાઈએ મદદ કરી હતી. આખરે બે મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...