તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Chhota udaipur
  • Sankheda
  • Sankheda સડેલી તુવેરના તપાસ અંગેનો અહેવાલ છોટાઉદેપુર કલેક્ટરને સુપરત કરાયો

સડેલી તુવેરના તપાસ અંગેનો અહેવાલ છોટાઉદેપુર કલેક્ટરને સુપરત કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કહેવાતી સડેલી તુવેરના પ્રકરણ બાબતેની તપાસ બાદ આ અંગેનો અહેવાલ એસ.ડી.એમ. છોટાઉદેપુરે જિલ્લા કલેક્ટરને સુપ્રત કર્યો હતો. જોકે જે નમૂના પરીક્ષણ અર્થે લેવાયા હતાં. તેને કોઈ જગ્યાએ લેબમાં મોકલાયા નથી.આ બાબતે જિલ્લા કલેક્ટર આગળની કાર્યવાહી કરશે.

બોડેલી એપીએમસી પાસે આવેલા ગોડાઉનમાં નાફેડની ખરીદાયેલી તુવેરો સડી રહી હોવાના અહેવાલની તપાસ કરવા માટે જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ તપાસ સમિતિની રચના કરી હતી.આ તપાસ સમિતિ દ્વારા બોડેલી ખાતે તુવેર ભરેલા બાર ગોડાઉનોની તપાસ કરી હતી.તેમની સાથે અન્ય 23 કર્મચારીઓ પણ તપાસમાં જોડાયા હતા.લગભગ સાડા ત્રણ કલાક સુધી આ ગોડાઉનોમાં તપાસ કરીને દરેક ગોડાઉનમાંથી ત્રણ ત્રણ નમૂના લેવાયા હતા.કુલ 36 નમૂના લેવાયા હતા. આ તપાસ દિન 10માં પૂરી કરવાની હતી.પણ તપાસ સમિતિએ દિન 3માંજ આ તુવેરોની તપાસ કરી લીધી હતી.અને આજે બપોરે છોટાઉદેપુર પ્રાંત એમ.એમ.પટેલે આ તપાસ અંગેનો અહેવાલ બંધ કવરમાં કલેક્ટરને સુપ્રત કર્યો હતો.જોકે જે નમૂના તુવેરના લેવાયા હતા.પણ તપાસ અર્થે મોકલાયા નથી.તુવેર સડી હોવાના કહેવાતા પ્રકરણ બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...