સંખેડાથી અમદાવાદ- છોટાઉદેપુરની નવી ST બસ સેવાનો પ્રારંભ કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા ગામને સાંકળતી બે નવી સુવિધાઓનો આજે આરંભ થયો. સંખેડા રેફરલ હોસ્પીટલમાં નવી એમ્બ્યુલંસની સુવિધા તેમજ સંખેડાને સાંકળતી બે નવી બસો શરુ કરાઇ.

સંખેડા રેફરલ હોસ્પીટ્લમાં છેલ્લા ત્રણેક વરસથી વધારે સમયથી એમયુલંસની સુવિધા નહોતી.પણ ગત વરસે ડી.એમ.એફ.ની ગ્રાંટમાંથી 10 લાખ રુપિયાનું અનુદાન ફાળવાયું હતુ.પણ સરકારી તંત્રની ઢીલી કામગીરીના કારણે અનુદાન મંજુર થયાના સવા વરસે સંખેડાની એમબ્યુલંસ ફાળવાઇ હતી.આજે તેનું લોકાર્પણ કરાયું હતું.આ સિવાય સંખેડાને સાંકળતી અમદાવાદ સુધીની અને છોટાઉદેપુર સુધીની બે નવી બસ શરુ કરાઇ હતી.એક બસ સવારે સંખેડા થી અમદાવાદ જશે.આ બસ અમદાવાદથી 12 વાગ્યે ઉપડીને સંખેડા-બોડેલી આવશે.જે સાંજે બોડેલીથી નિકળી વાયા સંખેડા સાંજે 5-40 વાગ્યે વડોદરા જશે.વડોદરાથી સાંજે 7-40 વાગ્યે ઉપડી સંખેડા-બોડેલી આવશે.જ્યારે સંખેડાથી સવારે 8-20 વાગ્યે બસ છોટાઉદેપુર જશે.છોટાઉદેપુરથી 10-20 વાગ્યે ઉપડી વાયા સંખેડા થઇ વડોદરા ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...