તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કન્ટેશ્વર ગામનો પ્રવેશ માર્ગ સાંકળો થતા સ્થાનિકો પરેશાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા તાલુકાના કન્ટેશ્વર ગામે પ્રવેશવાના માર્ગે પશુઓ બાંધવા અને બાવળના કાંટાની વાડ થવાના કારણે રસ્તો સાંકળો થવાના કારણે સ્થાનિકો પરેશાન બન્યા છે.

સંખેડા તાલુકાના કન્ટેશ્વર ગામમાં પ્રવેશવાના માર્ગે દબાણ થઈ રહ્યું છે.દબાણ ઉભું થવાના કારણે રસ્તો ખૂબ જ સાંકડો બની ગયો છે.રસ્તા ઉપર ગાય-ભેંસ જેવા પશુઓ બાંધવામાં આવે છે.તો ક્યાંક બાવળના કાંટાની વાડ કરેલી છે.જેથી સ્થાનિકોને અવર જવર કરવાની મુશ્કેલી ઉભી થઇ રહી છે.ગામના વિદ્યાર્થીઓને નિશાળે જવાની પણ મુશ્કેલી પડી રહી છે. નિશાળ નજીક ઉકરડા પણ છે. આ મુશ્કેલીના કારણે પરેશાન ગ્રામજનોએ TDOને લેખિતમાં રજુઆત કરી છે.જો સમસ્યા હલ ના થાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ગ્રામજનોએ ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...