સંખેડાના કોંગી ધારાસભ્ય ધીરુભાઇ ભીલ બેંગ્લુરુ જશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માસ્ટર ઓફ કોમ્પ્યુ. ડિઝાઇનની વિદ્યાર્થિનીને રૂા. 14 લાખનું પેકેજ

આર.સી. શાહ- ચિરાગ પટેલની જામીન અરજીમાં સોગંદનામું રજૂ

એન.એ.ની કાર્યવાહી આગળ વધતી નથી

સ્ટેડિયમની જમીન NAમાં શું વાંધો રજૂ ?

ક્રિકેટ સ્ટેડિયમ અંગે રજૂ કરાયેલા વાંધાને ધ્યાને લઇ નિર્ણય લેવાયો

BCAની કોટંબીની જમીન સ્થળ તપાસ બાદ NA થશે

જિ.પંચાયત સુમનદીપના ગેરકાયદે બાંધકામના મુદ્દે સુનાવણી રાખશે

પંચવટીથી આધેડનો મૃતદેહ મળી આવ્યો

ગુજરાતમાંરાજ્યસભાની 3 બેઠકોની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં રાજકીય ઉથલપાથલ મચી ગઇ છે. 6 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા બાદ રાજ્યસભાની ત્રણે બેઠકો જીતવા ભાજપે કમર કસી છે. બીજી તરફ કોંગ્રેસમાં ઉથલપાથલ મચાવી ભાજપ વહેલી ચૂંટણી કરાવવાની તૈયારીઓ કરી રહી હોવાની ચર્ચા શરૂ થઇ છે. ભાજપ દિવાળી પહેલાં ચૂંટણી થાય તેવી ગણતરી સાથે આગળ વધી રહ્યું હોવાની વિગતો સાંપડી છે.

રાજ્યસભાની 3 બેઠકો પૈકી 2 બેઠકો ભાજપ આસાનીથી જીતી જશે. પરંતુ ત્રીજી બેઠક પણ ભાજપે જીતવા માટે અપનાવેલી રણનીતિ અંતર્ગત કોંગ્રેસ પક્ષમાં ફાટફૂટ પડાવતાં 6 ધારાસભ્યોએ રાજીનામાં ધરી દીધાં છે. જેથી હચમચી ગયેલા કોંગી મોવડીઓએ વધુ કોંગી ધારાસભ્યોને પક્ષ છોડતા બચાવવા ધારાસભ્યોને બેંગ્લુરુ લઇ જવાનો ખેલ ખેલ્યો છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા બેઠકના કોંગી ધારાસભ્ય ધીરુભાઇ ભીલ અન્ય ધારાસભ્યો સાથે બેંગ્લુરુ નહીં ગયા હોઇ તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઇ છે. જો કે, ધીરુભાઇ ભીલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેઓ શનિવારે રાત્રે અથવા રવિવારે સવારે બેંગ્લુરુ જઇ રહ્યા હોવાનું કહ્યું હતું. એટલું નહીં તેમને ભાજપ તરફથી ફોન આવ્યો હતો કે નહીં તેમ પૂછવામાં આવતાં મુદ્દે ઇન્કાર કર્યો હતો. દરમિયાન રાજકીય સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસ પક્ષમાં ઉથલપાથલ મચાવી ભાજપ બીજી તરફ વિધાનસભાની ચૂંટણી તેના નિયત સમય અગાઉ કરાવવાની હિલચાલ કરી રહ્યું છે. જો સૂત્રોની વાત સાચી માનીએ તો ગુજરાતમાં દિવાળી પહેલાં ચૂંટણી થવાની શક્યતા નકારી શકાતી નથી. પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 75 જેટલી બેઠકોનાં નામ લગભગ ફાઇનલ કરી દેવાયાં હોવાની વિગતો સાંપડી છે.

MRIDના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટમાં કંપનીઓ દ્વારા સારો પ્રતિસાદ

અંગત હિત માટે સરકારી પોસ્ટનો દુરુપયોગ કર્યો

શાહની માનસિકતા ભ્રષ્ટાચાર કરવાની : તપાસ અધિકારી

^જિલ્લા પંચાયત એન.એ.ની કાર્યવાહી આગળ ધપાવાતી નથી. અમે સરકાર સાથે સ્ટેડિયમ બનાવવા એમ.ઓે.યુ. કર્યા છે. જિ.પં.આ અંગે સહકાર આપશે તો વડોદરાને વહેલું સ્ટેડિયમ મળ‌શે. > અમૂલજીકાર, ખજાનચી-બી.સી.એ.

ક્રિકેટ સ્ટેડિયમ માટેની જમીન એન.એ.કરવાની ફાઇલ જિ.પં.માં રજૂ થયેલી છે. જો કે,શનિવારની બેઠકમાં વધુ એક વાંધો રજૂ થતાં મંજુરી અપાઇ નહોતી. રજૂ થયેલા વાંધામાં રસ્તા અંગે કરેલી જોગવાઇનું રજિસ્ટ્રેશન કરાવવા અને 7/12 માં રસ્તો આવેલો છે તે દાખલ કર્યું નહોઇ તે રસ્તો બતાવવા જણાવાયું છે. ઉપરાંત સર્વે નંબર 481/489/496(અ) પર ચાલતા મશીન ઉપર તગાવી બોજાની અસર 7/12 પર આપી નથી જેથી બોજો દૂર કરાવવાની માગણી કરાઇ છે.

182 પૈકી 75 જેટલી બેઠકોનાં નામ ફાઇનલ!

કોંગ્રેસમાં ઉથલપાથલ મચાવી ભાજપ વિધાનસભાની વહેલી ચૂંટણીની ફિરાકમાં

અન્ય સમાચારો પણ છે...