વેચાણ નહીં હોવા છતાં ઘટ જણાતા ઘઉં અને ચોખાના જથ્થો સીઝ કરાયો

પડવાણ ગામની સસ્તા અનાજની દુકાનમાં ચેકિંગ કરતા વિગતો બહાર આવી સંખેડા મામલતદારે 420 કિલો ઘઉં-150 કિલો ચોખાનો...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:11 AM
Sankheda - વેચાણ નહીં હોવા છતાં ઘટ જણાતા ઘઉં અને ચોખાના જથ્થો સીઝ કરાયો
સંખેડા તાલુકાના પડવાણ ગામની સસ્તા અનાજની દુકાનમાં બી.પી.એલ.લાભાર્થીને ઘઉં અને ચોખાનું વેચાણ નહિ હોવા છતાં ઘટ જણાતા મામલતદાર સંખેડાએ 420 કિલો ઘઉં અને 150 કિલો ચોખાનો જથ્થો સિઝ કરવા હુકમ કરતા ફફડાટ ફેલાયો છે.

સંખેડા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી સસ્તા અનાજની દુકાનો દ્વારા વેચાતા અનાજ બાબતે બૂમ ઉઠી રહી છે.ભૂતકાળમાં લોકો દ્વારા આવેદનપત્રો પણ અપાયેલા હતા.તાજેતરમાં સંખેડા મામલતદાર કવ.એમ.પંડવાલ દ્વારા સંખેડા તાલુકાના પડવાણ ગામની સસ્તા અનાજની દુકાનની ચકાસણીમાં કેટલીક ગેરરીતિઓ જણાઈ હતી. તપાસ દરમિયાન બીપીએલ ચોખામાં કોઈ પણ જાતનું તપાસણી સમય સુધીનું વેચાણ ન હોવા છતાં 50 કિલોની ઘટ દેખાઇ હતી.ઘઉંમાં 70 કિલો ઘટ જોવા મળી હતી. જેથી ઘઉંનો જથ્થો 420 કિલો કિંમત 840 રૂપિયા અને ચોખા 150 કિલો કિંમત 450 રૂપિયાનો જથ્થો સિઝ કરવાનો આદેશ સંખેડા મામલતદાર કે.એમ.પંડવાલ દ્વારા કરાયો છે.મામલતદાર ની આકસ્મિક ચકાસણીથી બેનંબરીયાઓમાં ફફડાટ ફેલાયો છે.

X
Sankheda - વેચાણ નહીં હોવા છતાં ઘટ જણાતા ઘઉં અને ચોખાના જથ્થો સીઝ કરાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App