પાણી છોડાતા કોલિયારી પાસે નર્મદા કેનાલના ગેટ 6.9 મી. ખોલાયા

મધ્યપ્રદેશમાં સારો વરસાદ થતા ડેમની સપાટીમાં સતત વધારો થતા પાણી નર્મદાની મેઇન કેનાલોમાં પાણી છોડાયું : ખેડૂતોને...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:11 AM
Sankheda - પાણી છોડાતા કોલિયારી પાસે નર્મદા કેનાલના ગેટ 6.9 મી. ખોલાયા
નર્મદા ડેમના કેચમેંટ વિસ્તારમાં સારો વરસાદ થતા નર્મદાની મેઇન કેનાલમાં પાણી છોડાતા ૦ પોઇન્ટથી 67 કિલોમીટર સુધીના કેનાલના કમાન્ડ વિસ્તારની આશરે દોઢ લાખ હેક્ટરથી વધુ જમીનને સિંચાઇનો લાભ મળશે. બોડેલી તાલુકાના કોલીયારી પાસે નર્મદાની મેઇન કેનાલનો ગેટ પાંચ દિવસમાં 6.9 મીટર જેટલો ઉંચો કરાતા કચ્છ અને રાજસ્થાનની બોર્ડર સુધીના ગામો સુધી પાણી પહોંચાડવાનું શરૂ કરાયું.

તાજેતરમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદ થતા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાયો છે.ડેમ વિસ્તારમાંથી નર્મદાની મેઇન કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય સરકાર દ્વારા કરાયો છે.જેના કારણે નર્મદાની મેઇન કેનાલન ગેટ ઉંચા કરાયા છે.0 પોઇંટથી બોડેલી તાલુકાના કોલીયારી ગામ સુધીનો વિસ્તાર આશરે 67 કિલોમીટર સુધીનો વિસ્તાર અ મેઇન કેનાલનો કમાંડ વિસ્તાર ગણાય છે.આ ગેટ પાસે નર્મદાને મેઇન કેનાલના ગેટ 11મી તારીખે 9.30 મીટરની સપાટીએ હતા.જે આજે 16મી તારીખે 16.20 મીટરની સપાટીએ પહોંચ્યા છે. પાંચ દિવસના સમયગાળામાં જ નર્મદાની મેઇન કેનાલના ગેટ અહિયા 6.9 મીટર જેટલા ઉંચા ખોલાતા ડાઉનસ્ટ્રીમમાં પાણી 15 હજાર ક્યુબીક ફિટ પર સેકંડ વહી રહ્યું છે.આ પાણી કચ્છ અને રાજસ્થાનની બોર્ડર સુધી પહોંચી રહ્યું હોવાનું નર્મદા કેનાલના સૂત્રોએ જણાવ્યું હતું.

નર્મદા કેનાલના સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ હાલમાં નર્મદાની મેઇન કેનાલમાં પાણીનું લેવલ થઇ ગયું છે. જેથી ખેડુતોને ખેતીની સિંચાઇ માટે પાણી આપી શકાય એમ છે.ખેડુતો ડિમાન્ડ કરશે તો તેમની જરુરીયાત મુજબ પાણી છોડવામાં આવશે.

પાણી છોડાતા બોડેલીના કોલિયારી પાસે નર્મદા કેનાલના ગેટ 6.9 મીટર ખોલાયા.તસવીર સંજય ભાટિયા

ખેડૂતોની ડિમાન્ડ મુજબ પાણી છોડાશે

નર્મદા કેનાલના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં ખેડુતો દ્વારા પાણી માટેની ડિમાંડ આવી નથી.જેમ જેમ ખેડુતોની ખેતી માટે સિંચાઇનું પાણી માટેની ડિમાંડ કરવામાં આવશે તેમ તેમ પાણી છોડાશે.

ચાર જિલ્લાને લાભ થશે

નર્મદાની મેઇન કેનાલમાં 0 પોઇંટથી 67 કિલોમીટર સુધીના વિસ્તારમાં આ કેનાલના કમાંડ વિસ્તારમાં વડોદરા,છોતાઉદેપુર,નર્મદા અને ભરુચ એમ ચાર જિલ્લા છે.આ ચારેય જિલ્લાની મળીને આશરે દોઢ લાખ હેક્ટરથી વધારે જમીનને સિંચાઇનો લાભ મળે છે.

વરસાદ ખેંચાવાના કારણે સિંચાઇ માટે પાણીની માંગમાં વધારો થશેે

ચાલુ વરસે છોટાઉદેપુર સહિત અનેક જિલ્લામાં વરસાદની ઘટ છે.તેમાં વાતારવણમાં ગરમી વધી રહી છે.જેથી ખેતીની સિંચાઇ માટે પાણીની માંગ વધવાની શરૂ થઇ છે.નર્મદાની આ મેઇન કેનાલ ઉપર 0 પોઇંટથી 67 કિલોમીટર સુધીના કમાંડ વિસ્તારમાં કપાસ અને ડાંગર સહિતના ખેતીના પાકો માટે પાણીની જરુરીયાત ઉભી થઇ રહી છે.

X
Sankheda - પાણી છોડાતા કોલિયારી પાસે નર્મદા કેનાલના ગેટ 6.9 મી. ખોલાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App