વરસાદમાં એપ્રોચ રોડની એક બાજુનું થયેલું ધોવાણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા તાલુકાના ચમરવાડા ગામ પાસે બનેલાના એપ્રોચ રોડની એક બાજુના કેટલાક ભાગનું વરસાદમાં ધોવાણ થતા તકલાદી કામની પોલ ખુલી છે. માંડ બે મહિના પહેલા જ આ એપ્રોચનું કામ થયું હતું. આ વિસ્તારના વિદ્યાર્થીઓ નદીમાં તરીને જતા હોવાનો અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ સરકારે મંજુર કરેલા અનુદાનમાંથી અહીંયા પુલ બન્યો હતો.

સંખેડા તાલુકાના ચમરવાડા અને કારેલી ગામ પાસે હેરણ નદીમાં વિદ્યાર્થીઓ તરીને ભણવા જતા હોવાના અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ અહીંયા પુલ બનાવવાની કામગીરી માટે સરકારે ગ્રાંટ મંજુર કરી હતી. પુલ બનાવવા માટે જે સમયમર્યાદા નક્કી કરાઇ હતી તેના કરતા વધારે સમય પુલ બનાવવા માટે નિકળ્યો હતો.

આ પુલના એપ્રોચનું કામ તાજેતરમાં બે મહિના પહેલા જ કામ થયા બાદ આ પુલ ઉપરથી લોકોએ અવર-જવર શરૂ કરી દીધી હતી. પુલ બનવાથી સ્થાનિકોમાં પણ આનંદની લાગણી ફેલાઇ હતી. પણ ઉત્સાહની લાગણી મોસમની શરુઆતના વરસાદમાં જ દુ:ખદ લાગણીમાં ફેલાઇ ગઇ હતી.

આ પુલના કારેલી તરફના એપ્રોચ બાજુએ મોસમના શરુઆતના વરસાદ દરમિયાન કેટલાક ભાગમાં ધોવાણ થવાના કારણે ભંગાણ સર્જાયું છે. પુલના એપ્રોચમાં થયેલી તકલાદી કામગીરીની પોલ શરુઆતી વરસાદે ખોલી નાખી છે.

સંખેડા તાલુકાના ચમરવાડા ગામ પાસે બનેલાના એપ્રોચ રોડની એક બાજુના કેટલાક ભાગનું વરસાદમાં ધોવાણ થતા તકલાદી કામની પોલ ખુલી છે. તસવીર - સંજય ભાટીયા

અન્ય સમાચારો પણ છે...