તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુંડીચા ગામે વરસો અગાઉ બનેલી નર્મદાની કોલોની અત્યંત જ બિસ્માર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા તાલુકાના ગુંડીચા ગામે વર્ષો અગાઉ બનેલી નર્મદાની કોલોની અત્યંત જ બિસ્માર હાલતમાં છે. તસવીર - સંજય ભાટીયા

ભાસ્કર ન્યુઝ | સંખેડા

સંખેડા તાલુકાના ગુંડીચા ગામે વર્ષો અગાઉ બનેલી નર્મદાની કોલોની અત્યંત જ બિસ્માર હાલતમાં છે. અહિંયા કોલોની બન્યા બાદથી શરૂઆતમાં કદાચ કોઇ રહેવા આવ્યું હશે. પણ વર્ષોથી આ કોલોની બિસ્માર હાલતમાં છે. 2011માં ગ્રામ પંચાયતે આરોગ્ય કેન્દ્ર માટે આ કોલોનીની માંગણી કરી હતી. પણ તે સ્વીકારાઇ નહોતી. પ્રજાના ટેક્સના રૂપિયાથી બનેલી આ કોલોની તંત્રની જાળવણીના અભાવે બિસ્માર બની છે.

નર્મદા નિગમ દ્વારા સંખેડા તાલુકામાં વિવિધ કેટલીય જગ્યાએ કોલોનીની બનાવાઇ હતી. જેનો ઉપયોગ રહેણાક તેમજ ઓફિસ બનાવાઇ હતી. પણ આ પૈકીની કેટલીય કોલોનીઓ બિસ્માર હાલતમાં છે. આવી જ એક કોલોની સંખેડા તાલુકાના ગુંડિચા ગામે બનેલી છે. જે બન્યા બાદ કેનાલનું કામ ચાલતું હતું ત્યારે કેટલાક લોકો અહિંયા રહેતા હતા. તેઓના અહિંયાથી જતા રહ્યા બાદ આ જગ્યાએ કોઇ રહેવા આવ્યું નથી. વર્ષોથી કોઇ રહેતું જ નથી. જેના કારણે આજે બે બિલ્ડિંગો તેમજ ગોડાઉન અને અન્ય એક ઓફિસ બિસ્માર હાલતમાં છે. અહિંયા નથી બારી બારણાના ઠેકાણા કે નથી લાઇટના બોર્ડ કે સ્વિચના ઠેકાણા. પ્લાસ્ટર તેમજ છત પરના સ્લેબના સળિયા ...અનુસંધાન પાના નં.2

2011માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જગ્યા માટે માંગ કરાઇ હતી
વર્ષ 2011માં ગુંડીચા ગ્રામ પંચાયત તત્કાલીન સરપંચ શીલાબેન અતુલભાઇ પટેલે નર્મદાની આ કોલોનીની માંગ કરી હતી. એની સામે જ્યારે સરકારને જગ્યાની જરૂર પડે ત્યારે એટલી જગ્યા આપવાની ખાતરી પણ આપી હતી. તેમ છંતાય તંત્ર દ્વારા આ રજૂઆત સ્વીકારાઇ નહોતી અને કોલોનીને વધુને વધુ બિસ્માર થવા દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...