તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંખેડા બ્રાંચ કેનાલના રસ્તા પર મસમોટું ગાબડું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડાતાલુકાની મિંયાગામ બ્રાંચ કેનાલ ઉપરના રસ્તા ઉપર વરસાદને પગલે ભંગાણ સર્જાયું છે. જેનું સમારકામ નર્મદાના સત્તાધીશો દ્વારા કરાયું નથી.જેના કારણે રસ્તેથી અવર-જવર કરતા ખેડુતો તેમજ વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે.

સંખેડા તાલુકાના બહાદરપુર-ગામડી રોડ ઉપરથી મિંયાગામ બ્રાંચ કેનાલના રસ્તે માંજરોલ તરફ જવાનો રસ્તો પડે છે.આ રસ્તેથી માંજરોલ અને બહાદરપુરના ખેડુતો અવર-જવર કરે છે.આ સિવાય પણ બીજા પણ કેટલાક લોકો રસ્તેથી અવર-જવર કરે છે. તાજેતરમાં સંખેડા તાલુકામાં પડેલા વરસાદને કારણે રસ્તા ઉપર કેનાલની બાજુમાં રસ્તા ઉપર ગાબડું પડ્યું છે. જેના કારણે વાહનચાલકોને અવર-જવરની તેમજ મુશ્કેલી પડે છે. કેનાલના સત્તાધિશો દ્વારા કેનાલના સ્લેબ ઉપર પડેલા ગાબડાનું પણ સમારકામ કરાવવા બાબતે આળસ સેવે છે અને નવા પડલા રસ્તા ઉપરના ગાબડાનું પણ સમારકામ કરાવવા બાબતે દુર્લક્ષ સેવી રહ્યા હોવાની ચર્ચા વ્યાપક બની છે.

માંજરોલ અને બહાદરપુરના ખેડૂતોને અવર જવરમાં હાલાકી: સત્વરે મરામતની માગણી

નર્મદાના સત્તાધીશો દ્વારા સમારકામ પ્રત્યે બેદરકારી રખાતા લોકોમાં ભારે રોષની લાગણી

સંખેડા તાલુકાની મિંયાગામ બ્રાંચ કેનાલ ઉપરના રસ્તા ઉપર વરસાદને પગલે ભંગાણ સર્જાયું છે.

અન્ય સમાચારો પણ છે...