તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓરસંગમાં ગેરકાયદે રેતી ખનનનું કૌભાંડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંખેડાતાલુકાના પીપલસટ નજીક ઓરસંગ નદીના પટમાં ચાલતું ગેર કાયદેસર રેતી ખનનનું કૌભાંડ ઝડપાયું.સ્થાનિક સરપંચ દ્વારા ખાન ખનીજ ખાતાને જાણ કરાતા ખાણ ખનીજ ખાતાએ રેડ કરતા 5 રેતી ભરેલી સહિત 12 ટ્રક અને 1 રેતી ભરવાનું મશીન ઝડપાયું. રેતીની રોયલટીને બદલે ભોજપુર ગામની રેતીની ડિલીવરી ચલણ આપીને છેતરપિન્ડી થતી હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.

સંખેડા-હાન્ડોદ રોડ ઉપર પંચેશ્વર નજીક પીપલસટ ગામની હદ માંથી પસાર થતી ઓરસંગ નદીના પટ માંથી છેલ્લા બે દિવસથી કોઈ જાતની પરમિશન વગર ગેર કાયદેસર રીતે પંચાયતની હદ માંથી રેતી ખનન શરુ થયું હતું. રેતી ખનન બાબતે પીપળસટ પંચાયતને જાણ થતા આજે સવારે પંચાયતનાં હોદ્દેદારો સહીત ગામના આશરે 125 થી વધુ ગ્રામજનો પંચેશ્વર નજીક ઓરસંગ નદીના પટમાં પહોંચી ગયા હતા.

સ્થાનિક મહિલા સરપંચના પતિ નગીનાભાઈએ ગેર કાયદેસર રેતી ખનન બાબતે ખાણ ખનીજ ખાતાને જાણ કરી હતી. ગેરકાયદેસર રેતી ખનન કરતા રેત માફઈયાઓમાં ગભરાટ અને ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. રેતીનાં બે નંબરી ખાનના બાબતે જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કે.એમ.પટેલને જાણ થતા તેમની સૂચના અને જિલ્લા કલેકટર વિજય ખરાડીનાં માર્ગદર્શન મુજબ માઇનસ સુપરવાઈઝરોની ટીમ રેતીની લીઝમાં દોડી આવી હતી.જો કે ખાણ ખનીજ ખાતાની ટીમ આવે તે પહેલા સ્થાનિક ગ્રામજનો કરેલા હલ્લાબોલ થી ગેર કાયદેસર રેતી ખોદનારાઓમાં ફફડાટ ફેલાયો હતો. અત્રે સંખેડા મામલતદાર કચેરી દ્વારા પણ તપાસ અર્થે સર્કલ ઇન્સ્પેકટરને મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

ફરિયાદ પગલે તપાસ હાથ ધરાઈ છે

^જ્યાંથીરેતી ભરાઈ છે પીપળસટની હદની ઓરસંગ નદીમાં બિન પરવાનગીથી ચાલતા રેતી ખનન બાબતે સરપંચે જાણ કરી હતી તેના પગલે તપાસ હાથ ધરાઈ છે.જ્યાંથી રેતી ભરાઈ છે જગ્યાના માપ G.P.S.થી લીધા છે.3 સભ્યોની ટીમ છે. ગેરકાયદેસર પાસ પરમીટ વગર ઓવરલોડ રેતીનું વહન થતા રસ્તા પર અકસ્માતનું પ્રમાણ વધી જાય છે. રોયલ્ટી પાસને બદલે ડીલીવરી ચલણ અપાતું હતું. આજે 5 રેતી ભરેલી ટ્રકો અને 7 ખાલી ટ્રકો અને એક મશીન ઝડપાયું છે.> આર.ડી.રાણા,માઇનસસુપરવાઈઝર, છોટાઉદેપુર

રેતીની રોયલટીને બદલે ભોજપુર ગામની રેતીની ડિલિવરી ચલણ આપીને છેતરપિંડી થતી હતી

પીપલસટના સરપંચે ખાણ ખનીજ ખાતાને ફરિયાદ કરાતા દરોડા: 5 ટ્રક સહિત12 ટ્રક,1 મશીન જપ્ત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો