સંખેડાના ગોલાગામડી ગામે યુવક પર કુહાડીથી હુમલો કરી હત્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા | સંખેડા તાલુકાના ગોલાગામડી ગામે ઘરમાં ખાટલા ઉપર સૂતેલા યુવકસોમેશ્વર ઉપર કુહાડીથી હુમલો કરી કુહાડીની મુદર માથાના પાછળના ભાગે મારીને હત્યા કરાઇ હતી. યુવકની માતા લીલાબેન વડોદરા ખાતે નોકરી કરે છે.તેણે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તા.23મી ના રોજ તેનો પુત્ર સોમેશ્વર ગામના જ ઠાકોરભાઇ તડવીની સાથે તુવેરો કાપવાની મજુરીએ ગયો હતો. બપોરે સોમેશ્વરની માતા ઘરે આવી ત્યારે પુત્રની લાશ પડી હતી.પોલીસે પડોશી યુવક મનોની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...