સાણંદ | સંજયલીલા ભણશાલીની વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતીનો સમગ્ર દેશ સહિત
સાણંદ | સંજયલીલા ભણશાલીની વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતીનો સમગ્ર દેશ સહિત ગુજરાત રાજપૂત સમાજ દ્વારા પણ વિરોધ થઇ રહ્યો છે. ત્યારે ગુજરાત ગઢવી ચારણ શક્તિ સમાજ પણ રાજપૂતોના પડખે ઉભો રહી ફિલ્મનો વિરોધ કરશે એમ સમાજના મંત્રી આવડદાન દાદુભા ગઢવીએ જણાવ્યું હતું .તેઓએ ઉમેર્યું હતું કે રાજપૂતોનો ઉજળો ઈતિહાસ અમે નવાજ્યો છે. ત્યારે ગરવા ઈતિહાસ સાથે ચેડા સાંખી નહિ લેવાય. ફિલ્મના વિરોધમાં ગાંધીનગર ખાતે યોજાનારા સંમેલનમાં રાજપૂતો સાથે ચારણ સમાજ મોટી સંખ્યામાં જોડાશે.
ચારણ શક્તિ સમાજ દ્વારા પદ્માવતીનો વિરોધ કરાશે