તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સાણંદમાં બેને પાસામાં ધકેલાયા

સાણંદમાં બેને પાસામાં ધકેલાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદમાબે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરીને પોલીસે પાસા હેઠળ જેલ હવાલે કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો. સાણંદ પોલીસે જુદી જુદી રેડ દરમિયાન ઝડપાયેલા બે બુટલેગરો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી હતી.

તા.2જી જાન્યુઆરીના રોજ ભુપેન્દ્રભાઇ બબાજી ઠાકોર ઉર્ફે ભોપો રહે.ભાટીયાવાઢ, સાણંદ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી ભાવનગર જેલમાં જ્યારે 17મી જાન્યુઆરીના રોજ ભરતભાઇ બીજલભાઇ વાઘેલા ઉર્ફે ચકરી રહે. એસ.ટી. સ્ટેન્ડ સામે સાણંદને પાસા હેઠળ સુરત જેલમાં મોકલી અપાયા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે અસામાજિક પ્રવૃતિઓ બદલ બુટલેગરો, જુગારીઓ, ક્રિમીનલ્સ વિરુદ્ધ પોલીસ પાસાના કાયદાનો અમલ કરી કાર્યવાહી કરતી હોય છે.