તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જમીનનાં છેતરપીંડીનાં કેસમાં 7 વર્ષથી વોન્ટેડ વકીલ પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષ2011માં અડાલજ પોલીસ સ્ટેશનમાં જમીનની લે-વેચમાં છેતરપીડીની નોંધાયેલી ફરીયાદમાં તપાસ કરતા બોગસ નોટરી કરી આપનાર તરીકે સુભાષચંદ્ર ચીમનલાલ ઠક્કરનું નામ ખુલ્યુ હતુ. પરંતુ સુભાષ પોલીસથી બચવા સતત ભાગતો ફરતો હતો અને 7 વર્ષથી વોન્ટેડ હતો. દરમિયાન ગાંધીનગર એલસીબીનાં પીએસઆઇ યુ આર નલવાલા તેમની ટીમનાં જવાનો રાજેન્દ્રસિંહ, સુરેશકુમાર, રણજીતસિંહ સહિત સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે આરોપી વકીલ સુભાષ વૈષ્ણોદેવી સર્કલ પાસે હોવાની બાતમી મળતા ઝડપી લીધો હતો. એલસીબી પીઆઇ જે ડી પુરોહીતનાં જણાવ્યાનુંસાર શખ્સ સામે કણભા, નરોડા, સાણંદ તથા દહેગામ પોલીસ સ્ટેશનમાં પણ પ્રકારની ફરીયાદો નોંધાઇ ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...