તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાંગોદરમાં હપ્તો આપતા એક વ્યકિત પર પાઈપ વડે જીવલેણ હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદનજીક આવેલા ચાંગોદર વિસ્તારમાં ભંગારનો વેપાર કરતાં વ્યક્તિ પાસે સરખેજના રહેવાસી યુવાનોએ હપ્તાની માગણી કરી ત્રણ યુવાનોએ વેપારીને માર મારતા ઇજાગ્રસ્ત વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે બનાવ અંગે ચાંગોદર પોલીસેે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ચાંગોદર પોલીસની વિગત અનુસાર સરખેજ બાવળા હાઇવે પર આવેલ ચાંગોદર પાસે આવેલ રામદેવ મસાલા ની બાજુમાં ભંગારના વાડામાં સુરેશભાઈ જયંતીભાઈ પ્રસાદ ધંધો કરતા હતા. શનિવારે બપોરે એક વાગ્યા સુમારે અબ્દુલ રબ, ફિરોજ, હનીફ ઓટો રિક્ષાવાળા ત્રણેય રહે. સરખેજ, સુરેશભાઈ પાસે મહીને હપ્તો આપવાનો પૈસાની માંગણી કરેલ જેમાં પૈસા આપતા ગાળો બોલતા ગાળો બોલવાની ના પડતા ત્રણેય એક થઇ સુરેશભાઈને ગડદા પાટુનો માર મારેલ અને અબ્દુલ રબ નશીર નાઓએ માથામાં પાઈપ મારતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેના પગલે સુરેશભાઈને ઈજાઓ થતા હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. અંગે સુરેશભાઈએ ઉપરોક્ત ત્રણેય વ્યકિત વિરુદ્ધ ચાંગોદર પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ખુલ્લેઆમ હપ્તા માટે ઉઘરાણી કરતા તત્વો સામે રહિશોમાં ડર

અન્ય સમાચારો પણ છે...