• Gujarati News
  • ફતેવાડી કેનાલમાં પાણી છોડાય તો આંદોલન : કોંગ્રેસ

ફતેવાડી કેનાલમાં પાણી છોડાય તો આંદોલન : કોંગ્રેસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંભારે વરસાદ પડી રહ્યો છે, પણ ડાંગરના રોપાને હજુ પાણીની ખેંચ છે. ડાંગરના રોપા માટે વાસણા બેરેજમાંથી ફતેવાડી કેનાલમાં પાણી છોડવાની માગણી કોંગ્રેસના સાણંદના ધારાસભ્ય કરમશી પટેલે કરી છે. ફતેવાડી કેનાલમાં પાણી નહીં છોડાય તો અહિંસક આંદોલન કરવાની તેમણે ચીમકી આપી છે.

સાણંદ-બાવળાના ખેડૂતોની સ્થિતિ વર્ણવતા તેમણે કહ્યું કે, અહીં ઘણા ગામમાં અપૂરતા વરસાદને કારણે ડાંગરના રોપાણ માટે પાણીની ખેંચની પરિસ્થિતિ પ્રવર્તે છે. વાસણા બેરેજમાંથી ફતેવાડી કેનાલમાં પાણી અપાતું નથી અને નદીમાં વહેવડાવી દેવાય છે. ફતેવાડી કેનાલમાં પાણી વહેવડાવાય તો 400 હેકટર જમીનને પાણી મળી શકે તેમ છે, પરંતુ પાણી ફતેવાડી કમાન્ડ વિસ્તારમાં વહેવડાવવામાં આવે તો ખેડૂતોને લાભ થાય તેમ છે.