• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Sanand
  • વિકાસને ગાંડો કહેનારા પોતે ગાંડા ગણાય : રાજનાથસિંહના કોંગ્રેસ પર પ્રહાર

વિકાસને ગાંડો કહેનારા પોતે ગાંડા ગણાય : રાજનાથસિંહના કોંગ્રેસ પર પ્રહાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદમાંચૂંટણીનો પ્રચાર પૂર જોશમાં શરૂ થઇ ગયો છે ત્યારે જાહેર સભાઓ, પક્ષોના કાર્યાલયોના ઉદઘાટનનો દોર પણ શરુ થયો છે રવિવારે સાણંદમાં ભાજપના કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહની જંગી જાહેરસભા યોજાઈ હતી જેમાં ભાજપના દિગ્ગજ અગ્રણીઓ સહિત સાણંદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર કનુભાઈ કરમશીભાઈ કો.પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા .

સાણંદના એકલિંગજી મેદાનમાં યોજાયેલી સભામાં રાજનાથસિંહે ભાજપે કરેલ વિકાસને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો અને કહ્યું હતું કે વિકાસ જે સૌથી જરૂરી પ્રક્રિયા છે તેને ગાંડો કહેનારા પોતેજ ગાંડામાં ખપે છે. તેમણે ઉમેર્યું હતંુ કે, ગુજરાતમાં ભાજપના ૨૨ વર્ષના શાસનનો હિસાબ માગતી કાંગ્રેસને હું જવાબ આપું છું કે ગુજરાતમાં ભાજપે કરેલા વિકાસના આધારે તો સમગ્ર દેશે ભાજપની વિકાસ નીતિને આવકારીને કેન્દ્રમાં મોદી સરકારને સ્પષ્ટ બહુમતી આપી છે. જે ગુજરાતમાં થયેલા કામોનો કોંગ્રેસને જવાબ છે .વધુમાં તેમણેે કહ્યું હતું કે જો ગુજરાતમાં ભાજપની સરકાર બનશે તો નળકાંઠા વિસ્તારમાં સિંચાઈની સુવિધા અપાશે.

સાણંદમાં રાજનાથસિંહે સભા સંબોધી હતી.-તસવીર જિજ્ઞેશસોમાણી

સાણંદમાં કેન્દ્રીય મંત્રીની જાહેરસભામાં રાજકીય વાકબાણો છૂટ્યા

અન્ય સમાચારો પણ છે...