સાણંદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કાન્તીભાઈ પંડિતનું અવસાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ | સાણંદતાલુકામાં વરીષ્ઠ ધારાશાસ્ત્રી કાન્તીભાઈ એમ. પંડિતનું ૮૭ વર્ષે નિધન થયું છે. વકીલાતના વ્યવસાય સાથે કાન્તીભાઈ સામાજિક કાર્યકર તરીકે સાણંદ તાલુકામાં સમાજ સેવાના કાર્યો કરી જનસેવક તરીકે જાણીતા બન્યા હતા. સાણંદની કાયમી કોર્ટની રચના કરવામાં અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવાની તથા સંખ્યા બંધ જનસેવાના કાર્યો ગુજરાત સરકારમાં લેખિત અને રૂબરૂ રજુઆતો કરીને મંજૂર કરાવેલા. તેઓ વર્ષ ૧૯૭૭ થી ૧૯૯૯ સુંધી સાણંદતાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ તરીકે સેવાઓ આપીને કોંગ્રેસ પક્ષના અદના કાર્યકર તરીકે કોંગ્રેસ પક્ષ વતી જનતા ની સેવા કરી હતી. સદ્દગત કાન્તીભાઈનું બેસણું તા.૧૧/૧૨ના સોમવાર ના સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈનવાડી, ગઢિયા ચાર રસ્તા પાસે,મુ. સાણંદ, સવારે થી ૧૨ કલાકે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...