તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાણંદ તાલુકાના ચેખલા પે સેન્ટર શાળામાં બંધારણ દિવસ ઉજવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ : સાણંદનીચેખલા પે સેન્ટર શાળામાં 26મી નવેમ્બરે ભારતના બંધારણ દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ, આચાર્ય, શિક્ષકો, ગામના આગેવાનોએ ભાગ લીધો હતો. શાળાના આચાર્ચે ભારતીય બંધારણ વિશે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં અગ્રણી લક્ષ્મણભાઈએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. જ્યારે શિક્ષિકા જાગૃતિબહેન અટારા દ્વારા 6થી 8ના બાળકોની પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા ટીમને પ્રોત્સાહિત કરાઇ હતી. કાર્યક્રમના આયોજનમાં આચાર્યા નીલમબહેન સુતરિયાએ પાયાની ભૂમિકા ભજવી હતી.

અન્ય સમાચારો પણ છે...