તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિધવા સહાયના બહાને યુવતી 72 હજારના દાગીના લઈ થઇ ફરાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદતાલુકાના નીધરાડ ગામે વિધવા સહાય આપવાના બહાને એક યુવતી ચાર વૃદ્ધ મહિલાઓને ચૂનો લગાવી રોકડ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ 72100ની રકમ તફડાવી ગઈ હતી.

સાણંદ તાલુકાના નીધરાડ ગમે રહેતા ખેમાભાઈ ચેહાભાઈ વણકરના વિધવા ચંચળબેન પરિવાર સાથે રહે છે. મંગળવારે સવારે પડોશમાં રહેતા રતનબેન ત્રિકમભાઈ સોલંકી એક યુવતીને લઇને તેમના ઘરે આવ્યા હતા અને બેન વિધવા સહાય અપાવે છે તેવું કહેતા ચંચળબેન તથા તેમની પડોશમાં રહેતા ગંગાબેન , શાંતાબેન , લીલાબેન તથા રૂપાબેન યુવતીની સાથે મામલતદાર કચેરીએ રીક્ષામાં બેસી વિધવા સહાય નું ફોર્મ ભરવા ગયા હતા. યુવતી તેમને પ્રથમ જોગણી માતાના મંદિરે લઇ ગઈ હતી અને કહ્યું હતું કે, સોનાના દાગીના સાહેબ જોશે તો સહાય પાસ નહીં થાય તેથી ઉપરોક્ત ચારેયએ દાગીના કાઢી પોતાના પર્સમાં મુકયા બાદ યુવતી ચારેયને કંઇક પીવડાવતા ચારેય મહિલાઓ સુધ બુધ ખોઈ બેસી હતી. દરમિયાનમાં યુવતી ચારેય ના પાકીટ લઇ નાસી છૂટી હતી. ચંચળબેનની ફરિયાદ બાદ સાણંદ પોલીસે તપાસ શરૂ કરી છે.

સાણંદના નીધરાડ ગામમાં બન્યો બનાવ : તપાસ તેજ

અન્ય સમાચારો પણ છે...