તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કનુ પટેલને મેન્ડેટ : કમા રાઠોડ અપક્ષ તરીકે લડશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદવિધાનસભામાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્ય કરમશીભાઈ પટેલ ના પુત્ર કનુ પટેલને ભાજપ દ્વારા ટેલીફોનિક મેન્ડેટ અપાતા સાણંદ ભાજપમાં ભડકો થવા પામ્યો હતો. મેન્ડેટ બાબતે સત્તાવાર સમર્થન મળ્યું હતું.

સાણંદ ના ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડે તેમના વિશાળ સંખ્યામાં સમર્થકો સાથે ભાજપ સામે બંડ પોકારી ઉઠતા સમગ્ર સાણંદ માં સનસનાટી મચી જવા પામી હતી સાણંદ બાવળા રોડ ઉપર આવેલા લક્ષ્મી પૂજન પાર્ટી પ્લોટ ખાતે મોટી સંખ્યામાં સાણંદ શહેર તથા તાલુકાના ભાજપના હોદ્દેદારો ઉમટી પડ્યા હતા અને ત્યાં કમાભાઈ રાઠોડે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે હું સોમવારે સવારે અપક્ષ માંથી ઉમેદવારી કરવાનો છું. ભાજપ અગ્રણી ભીખાભાઈ પટેલે પણ કહ્યું હતું કે સાણંદ શહેર તેમજ તાલુકા ભાજપ ના તમામ મોરચાના હોદ્દેદારો કાલે કમલમ ખાતે રાજીનામાં ધરી દેશે. બન્ને માંથી એક પણ પક્ષે ટીકીટ નહિ આપતા સાણંદ નો રાજપૂત સમાજ લાલ ઘૂમ હોઈ સાણંદ ની વાઘેલા બોર્ડીંગ ખાતે એકત્ર થયા હતા. કમાભાઈ અને ભીખાભાઈ સમર્થકો સાથે વાઘેલા બોર્ડીંગ ખાતે પહોચ્યા હતા જ્યાં ક્ષત્રીય સમાજે પોતે બનાવેલ કમિટી નક્કી કરી સોમવારે સવારે પોતાની રણનીતિ જાહેર કરશે તેવું જાહેર કર્યું હતું.

કમા રાઠોડના સમર્થનમાં સાણંદમાં રાત્રે મળેલી બેઠક બાદ હોદ્દેદારો અને કાર્યકરો વિરોધ કરવા રસ્તા પર આવી ગયા હતા. -તસવીર : જિજ્ઞેશ સોમાણી

સાણંદ શહેર તથા તાલુકાના હોદ્દેદારો એક સાથે રાજીનામાં ધરી દેશે : રાજપૂત સમાજ આજે સવારે વાગે રણનીતિ જાહેર કરશે

ભાજપમાં ભડકો | કમા રાઠોડની અવગણના થતાં વિરોધ : સમર્થકો મોટી સંખ્યામાં રોડ પર ઉતર્યા

અન્ય સમાચારો પણ છે...