તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાણંદના યુવાનને NSSમાં રાજ્યકક્ષાનો એવોર્ડ એનાયત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરદારપટેલ યુનિવર્સિટી ખાતે તાજેતરમાં આયોજિત એનએસએસ ડે નિમિત્તે સાણંદ તાલુકાના મોડાસર ગામના વતની યુવાન મહેન્દ્રસિંહ સોલંકીને રાજ્ય કક્ષાનો એનએસએસ એવોર્ડ એનાયત કરાયો હતો. એવોર્ડથી ગામમાં ખુશીની લહેર ફેલાઇ છે.

ગાંધીનગર એનએસએસ ઓફિસર આર.કે.પટેલના હસ્તે મહેન્દ્રસિંહને એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રસિંહને અગાઉ પણ એનએસએસમાં આપેલી ઉત્કૃષ્ઠ સેવાઓ બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. મહેન્દ્રસિંહે એવોર્ડ મેળવીને મોડસર ગામની સાથે સમગ્ર સાણંદ તાલુકા તથા ક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યું છે.

અગાઉ રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત થયા છે

અન્ય સમાચારો પણ છે...