આંગણવાડીના સુપરવાઇઝર ~13000ની લાંચ લેતા ઝડપાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાણંદતા.પંચાયતની સીડીપીઓ કચેરીમાં સાણંદ કેન્દ્રની આંગણવાડીના સુપરવાઇઝર મધુબેન બેગડા રૂ.13,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

બનાવની વિગત એવી છે કે સાણંદ તા.પંચાયતની સીડીપીઓ કચેરીમાં મધુબેન બેગડા કે જેઓ આંગણવાડીના સુપરવાઇઝર છે તેઓએ આંગણવાડીનું પૈસા પાસ કરવા માટે રૂ.13,000 ની લાંચ લેતા તરૂલતાબેન જાદવ (રહે.સાણંદ) પાસે માંગી હતી. જેની જાણ તરૂલતાબેને એસીબીને કરતા એસીબીએ રૂ.13,000 ની લેતા મધુબેન બેગડાને રંગેહાથ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે મોદી સરકાર પોતાના શાસનનું એક વર્ષ પૂરું કરી રહી છે અને તે દરમ્યાન તેઓએ ભષ્ટ્રચારનો ખાતમો કર્યો છે તેવા પ્રવચનો થઇ રહ્યા છે ત્યારે આવા બનાવો ધ્યાનમાં આવતા જયાં જયાં પણ આવો ભષ્ટ્રાચાર થયા ત્યાં કાયદેસર કડક કાર્યવાહી થાય તેવી લોકોને આશા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ઘણાં સમયથી કેટલાંય અધિકારીઓ એલસીબીના હાથે લાંચ લેતા ઝડપાઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...