અમદાવાદની જેમ સાણંદમાંંથી પણ દબાણો હટાવવામાં આવશે

7મી ઓગસ્ટથી તમામને લેખિત નોટિસ પાઠ‌વાઇ હાઇવે પરના દબાણો 4 દિવસમાં સ્વૈચ્છાએ દૂર કરાવાની નોટિસ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:00 AM
અમદાવાદની જેમ સાણંદમાંંથી પણ દબાણો હટાવવામાં આવશે
સાણંદમાં નવો બનાવેલ અડધો-અધુરો ટીપી બાયપાસ શરુ કરી દેવાતા સાણંદ હાઈવે પરના ટ્રાફિકમાં અંશત: રાહત થઇ છે ત્યારે હવે આ હાઈવે પરના નાના-મોટા ગેરકાયદે દબાણો દુર કરી રોડને ખુલ્લો કરવાની તજવીજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાતા રોડની બંને સાઈડના નાના-મોટા દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે અને કેટલાકે તો જાતેજ પોતાના દબાણો દુર કરવાનું શરુ કરી દીધું છે .

સાણંદ વિરમગામ હાઈવે જે રિદ્ધિ સિદ્ધિ બંગ્લોઝથી હજારી માતાજીના મંદિર સુધી સાણંદ શહેરમાં થઈને પસાર થાય છે આ હાઈવેની બંને બાજુ નાના મોટા લારી-ગલ્લા વાળાઓ દ્વારા ગેર કાયદે દબાણો કરાયા છે જેને પગલે હાઈવે સાંકડો થઇ ગયો છે જેથી સાણંદ નગરપાલિકાએ માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરી હતી કે આ દબાણોને કારણે પાલિકા વિસ્તારમાં વાહનોની અવર જવરમાં તકલીફ પડે છે તેમજ વારંવાર અકસ્માતો સર્જાય છે ત્યારે પાલિકાની આ રજુઆતને ધ્યાને લઇ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગત તા ૪ ઓગસ્ટના રોજ આવા દબાણકારોને મૌખિક સુચના અપાઈ હતી તેમજ ૭ ઓગસ્ટથી લેખિત નામ સાથે નોટીસો આપવાની શરૂ કરાઈ છે જેમાં દિન ૪ માં દબાણો સ્વેચ્છાએ દુર કરવા સ્પષ્ટ સુચના અપાઈ છે.

સાણંદમાં હાઇવે પરથી દબાણો હટાવવા નોટિસ અપાઇ.તસવીર-જિજ્ઞેશ સોમાણી

X
અમદાવાદની જેમ સાણંદમાંંથી પણ દબાણો હટાવવામાં આવશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App