સાણંદના તાલુકા પંચાયતમાં વિવિધ સમિતિની રચના કરાઈ

હાઈવોલ્ટેજ ડ્રામા બાદ છેવટે નવી કારોબારી નિમાઇ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:00 AM
સાણંદના તાલુકા પંચાયતમાં વિવિધ સમિતિની રચના કરાઈ
તાજેતરમાં સાણંદ તાલુકા પંચાયતમાં યોજાયેલી ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ છેવટે સાણંદ તાલુકા પંચાયતની મુખ્ય એવી કારોબારી સમિતિ અને ન્યાય સમિતિઓની ચુંટણીમાં ભાજપે બહુમતી સાથે બંને કમિટીઓ કબજે કરીને વિવિધ સમિતિની રચના કરી છે.

જેમાં કારોબારી ચેરમેન કરીકે ગીતાબેન હસમુખભાઈ કો.પટેલ, શાસક પક્ષના નેતા તરીકે બલરાજસિંહ ચૌહાણ, દંડક તરીકે મનુભાઈ કો.પટેલ તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ગીતાબેન ગલાભાઈ રાઠોડની વરણી કરવામાં આવી હતી.

જે અંતર્ગત ભાજપ ગુ.પ્ર.મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, અમદાવાદ જીલ્લા પ્રમુખ આર.સી.પટેલ, ધારાસભ્ય કનુભાઈ પટેલ, અ.જી.મહામંત્રી નવદીપસિંહ ડોડીયા તેમજ પ્રભારી મંત્રી શ્રદ્ધાબહેન રાજપૂત, સાણંદ તાલુકા પ્રમુખ ખોડાભાઈ પટેલ, મહામંત્રી અરવિંદસિંહ વાઘેલા, મનોજભાઈ કો.પટેલ, પૂર્વ.તા.પં પ્રમુખ જે.પી.વાઘેલા, તા.પ.પૂ કારોબારી ચેરમેન ઘનજીભાઈ ગોહેલ તમામ લોકો ઉપસ્થિત રહી નવનિયુક્ત તમામ લોકોને શુભેચ્છા પાઠવી હતી

આ કાર્યક્રમનું સંચાલન સાણંદ તાલુકા ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ મહેરિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

X
સાણંદના તાલુકા પંચાયતમાં વિવિધ સમિતિની રચના કરાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App