તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વૈદિક ગણિતની કાર્યશાળા યોજાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ : સાણંદ,કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કુલમાં વૈદિક ગણિતની તાલીમનું આયોજન થયું હતું. રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય ફલક પર વૈદિક ગણિત તાલીમ આપતા એવા બચુભાઈ રાવલે શાળાના કુલ 15 શિક્ષકોને તાલીમ આપી હતી. સંસ્થાના પ્રધાનાચાર્યએ વિશેષમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ગણિત વિષય અઘરો લાગે છે પરંતુ વૈદિક ગણિતની મદદથી અઘરો વિષય મનપસંદ વિષય બને સરળતાથી ગણતરી કરી શકે અને ગાણિતિક તાર્કિક શક્તિ મજબુત બને તે હેતુથી વૈદિક ગણિતની કાર્યશાળાનું આયોજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...