તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સસરાએ ઠપકો આપતા જમાઇએ છરી મારતા ગંભીર રીતે ઘાયલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદતાલુકાના વિરોચન નગર ગામે સસરાએ પોતાની દીકરી ને રાખનારા જમાઈને ઠપકો આપતા જમાઈએ ઉશ્કેરાઈ ને છરી હુલાવી દેતા સસરાને સારવાર અર્થે સાણંદ ની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા .

બનાવની પોલીસ સુત્રો પાસે થી મળતી માહિતી મુજબ સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે લુહારવાસમાં રહેતા જુમ્માખાન આજમખાન પઠાણએ પોતાની દીકરીને ગામમાં રહેતા હજરતખાન દિલાવરખાન પઠાણ સાથે પરણાવેલ, અને તેને રાખતો ના હોય, અને હજરતખાન ગુરુવારે સાંજે ૬-૩૦ કલાકે કોઇ પર સ્ત્રી સાથે જુમ્માખાનના ઘર આગળ થઇ તેના ઘર તરફ જતો હોય, જુમ્માખાને કહેલ મારી દિકરીને રાખતો નથી. અને પર સ્ત્રી સાથે મારા ઘર આગળથી કેમ નીકળે છે. તારે મારા ઘર આગળથી નીકળવુ નહી, તેમ કહેતા હજરતખાન એકદમ ઉશકેરાઇ જઇ ફરીને બીભસ્ત ગાળો બોલી, ફરીને જાનથી મારી નાખવાના ઇરાદે તેના હાથમાંની છરીના ઉપરા-છાપરી ઘા મારી શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી હતી. બનાવના પગલે લોકો એકત્ર થઇ જતા જુમ્મા ખાનને સારવાર અર્થે સાણંદ ડોક્ટર હાઉસ ખાતે ખસેડાયા હતા .

બનાવની જાણ સાણંદ જીઆઇડીસી પોલીસ ને થતા હજરત ખાન વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

સાણંદ તાલુકાના વિરોચનનગર ખાતેની ઘટના

અન્ય સમાચારો પણ છે...