તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીવાના પાણીનો બોર આપવા માગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ શહેરના વોર્ડ 5માં પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નોની સાથે પીવાના પાણીની સમસ્યાને દૂર કરવા માટે બોર આપવા માટેની માગ કરવામાં આવી છે.

સાણંદ નગર પાલિકાના વિસ્તારના વોર્ડ 5 જે વિસ્તાર પછાત વિસ્તારો ગણાય છે. તેમાં પીવાના પાણી, ગટરો, આરસીસી રોડ સહિત પ્રાથમિક સુવિધાઓ નહીં હોવાથી રહીશો પરેશાન થઇ ગયા છે. આંબેડકર વાસમાં તથા સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ નવીન બોર બનાવવાની તથા શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવાયેલાં 225 લાખની ગ્રાન્ટ આવેલ છે તે ગ્રાન્ટ સરકારી નિયમ મુજબ પછાત વિસ્તારોમાં વાપરવા માટેની રજૂઆત કરાઇ છે. આ અંગે સાણંદ નગર પાલિકાની સામાન્ય સભામાં વિરોધ પક્ષના નેતા ધર્મેશભાઈ વાઘેલા તેમજ પાલિકા સદસ્યો ચન્દ્રકાન્તભાઈ વાણીયા, નર્મદાબેન લકુમ, મધુબેન ચૌહાણ દ્વારા ઉપરોક્ત પ્રશ્નોને લઈને સાણંદ નગરપાલિકાના પ્રમુખને કરી છે.

ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત ચર્ચા- વિચારણા બાદ આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી પાલિકા દ્વારા અપાઇ છે અને આ અંગે અમદાવાદ કલેકટર, નગરપાલિકા નિયામક, પ્રાંત અધિકારી મામલદાર અધિકારીઓને આ અંગે આવેદનપત્ર આપી જાણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...