તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Sanand
 • બરવાળામાં ગુજરાત રાજ્ય પાલિકા કર્મચારી મંડળનું સ્નેહમિલન યોજાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બરવાળામાં ગુજરાત રાજ્ય પાલિકા કર્મચારી મંડળનું સ્નેહમિલન યોજાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોટાદજિલ્લાના બરવાળા ખાતે ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મંડળનું સ્નેહમિલન યોજાયું હતું જેમાં નગરપાલિકા કર્મચારી મંડળના આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

બરવાળા નગરપાલિકા દ્વારા 13 ઓગસ્ટ 2016ના રોજ સવારના 9 વાગ્યે કમલમ હોલ ખાતે ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મંડળનું સ્નેહમિલન યોજાયુ જેમાં સાણંદ, બોટાદ, વલ્લભીપુર, તળાજા, બગસરા, દામનગર, વિરમગામ, રાજુલા, અમરેલી, લાઠી, બાબરા સહિતની સૌરાષ્ટ્ર ઝોનની તમામ પાલિકાના કર્મચારી મંડળના કર્મચારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં હાજર હોદ્દેદારોનું બરવાળા પાલિકા દ્વારા મોમેન્ટ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ હતું. તેમજ ઉપસ્થિત નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા તથા નગરપાલિકાની પરિસ્થિતિઓની પરસ્પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પ્રસંગે રાજ્યની 159 નગરપાલિકાઓના કર્મચારી મંડળનું સંગઠન મજબુત કરવા સાણંદ નગરપાલિકાના રાજુભાઇ પટેલ દ્વારા હાંકલ કરવામાં આવી હતી. કાર્યક્રમની આભારવિધી રાજેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો