તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાણંદમાં અંધજન મંડળ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ | બુધવારે સવારે રાષ્ટ્રીય અંધજન મંડળ સાણંદ અને બાવળાનો દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ ગઢિયા ચાર રસ્તા પાસે આવેલી સૌરાષ્ટ્ર જૈનવાડી ખાતે બુધવારે સવારે 10.30 કલાકે યોજાયો હતો. જેમાં 20મો શૈક્ષણિક કિટ વિતરણ કાર્યક્રમાં સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં સાણંદ પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઈ એસ.એન પરમાર, પ્રજ્ઞાચક્ષુ અમદવાદના કથાકાર કૂણાલભાઈ શાસ્ત્રી, નંદીનીબેન રાવલ (કેબિનેટ ટેઝરર લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ ડીસટીક), દિલાવરસિંહ હિમંતસિંહ વાઘેલા (પ્રમુખ સાણંદ લાયન્સ કલબ), તારકભાઈ લુહાર (N.A.B ગુજરાત પ્રતિનિધિ) ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...