• Gujarati News
  • માંડલના યુવકે રેલ નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

માંડલના યુવકે રેલ નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરા (ભંકોડા) : માંડલના ગામના દરજી કામ કરતા યુવકે ભોજવા ફાટક પાસે ચાલુ ટ્રેન નીચે પડતુ મુકી જીવન ટુંકાવ્યુ છે. વિરમગામ શહેર પો.સ્ટે.માં મૃતક યુવાનના (મામા) મહેશ નટવરલાલ દરજી રહે.જાણ કરી હતી.
માંડલના વિરલભાઇ જયંતીભાઇળ દરજી (૩૫) દરજી કામ કરી પરીવારનું ગુજરાન ચલાવતો હતો. યુવાનના પરિજનો બદીઓથી કંટાળી ગયા હતા. નશાકીય વ્યસન નહી કરવા સમજાવતા હતા પરંતુ યુવાન વ્યસન છોડી શકતો ન હતો. આખરે લાગી આવતા પોતાની જાતે જ વિરમગામ ભોજવા રેલવે ફાટક પાસે શુક્રવાર સવારે માલવાહક ટ્રેન નીચે પડતુ મુકી જીવન ટુંકાવ્યુ હતુ. વધુ તપાસ હે.કો. ગોવિંદભાઇ રામાભાઇ કરી રાા છે.
સાણંદ ટ્રકની ટકકરે રાહદારીનું મોત
સાણંદ : ચાંગોદર નેશનલ હાઇવે પર મટોડા ગામના પાટીયા નજીક ગુરુવારે સવારે કોઇ અજાણ્યા ટ્રકચાલકે રાહદારીને ટકકર મારતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજયુ હતુ. મરણ જનાર શખ્સ અજાણ્યો હોઇ તેની ઓળખ થવા પામી ન હતી અને લાશ ટ્રક નીચે કચડાઇ જવાથી ખુબ જ ખરાબ હાલત થઇ ગઇ હતી જેથી ચાંગોદરની સેવાભાવી યુવાનોએ પીએમ બાદ અગ્િનદાહ દીધો હતો.