રાજ્યમાં પ્રતિ વર્ષ ટી.બી.ના 2000 અને દેશમાં 1 લાખ દર્દીઓ નોંધાય છે

ટીબી રોગના ખતમ કરવા માટે ખાનગી તબીબોને જોડી ઝુંબેશ વેગવાન કરાઇ

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:26 AM
Sanand - રાજ્યમાં પ્રતિ વર્ષ ટી.બી.ના 2000 અને દેશમાં 1 લાખ દર્દીઓ નોંધાય છે
ક્ષય રોગ એ સંક્રામક રોગમાં વિશ્વમાં બીજા નંબરનો સૌથી ખતરનાક અને જીવલેણ રોગ છે. આથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આ રોગના નિર્મુલન માટે કમર કસી છે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી તબીબો માટે એક સેમિનારનું આયોજન કરાયું હતું. સેમિનારને ખુલ્લો મુકતા ટી.બી કન્ટ્રોલના ડાયરેકટર શ્રી પ્રણવ પટેલે જણાવ્યું હતું કે, આ રોગ આમ તો જીવલેણ છે પરંતુ જો સમયસર સારવાર મળી જય તો દર્દી બચી શકે છે. દેશમાં પ્રતિ વર્ષ ૧ લાખ નવા દર્દીઓ ઉમેરાય છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૫ સુધીમાં દેશને ટી.બી મૂક્ત કરવા આહવાન કર્યું છે ત્યારે રાજ્ય સરકારે પણ તે દીશામાં પગલા લીધા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની સાથે ખાનગી તબીબોને જોડીને પણ આ રોગ નિર્મુળ કરવા અભિયાન હાથ ધરાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ક્ષય રોગના દર્દીઓને સારવાર કરાવે ત્યાં સુધી પ્રતિ માસ રૂ. ૫૦૦ અપાય છે. એટલું જ નહી પરંતુ ખાનગી તબીબો પાસે આવતા દર્દીઓની નોંધણી તબીબો કરાવે તો તબીબોને પ્ણ દર્દી દીઠ રૂ. ૫૦૦ અને પુર્ણ સારવાર કરે તો બીજા રૂ.૫૦૦ અપાય છે.

સાણંદ મેડિકલ અસોસીએશનના પ્રમુખ ડૉ. જી.કે ચૌહાણે જણાવ્યું હતું કે અમારી પાસે આવતા દર્દીઓને અમે પુર્ણ સારવાર આપીએ છીએ. રાજ્ય સરકાર પણ આવા દર્દીઓને નિદાન-સારવાર-દવા વિના મૂલ્યે આપે છે. રાજ્ય સરકારના રોગ નિર્મુલન અભિયાનમાં અમે ખાનગી તબીબો પણ જોડાયા છે.

અમદાવાદ જિલ્લા ક્ષય અધિકારી દિક્ષીત કાપડીયાએ જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં પ્રતિ વર્ષ આ રોગના ૨,૦૦૦ નવા દર્દીઓ નોંધાય છે. એટલે ખાનગી તબીબોનો સહયોગ અનિવાર્ય બન્યો છે.

આ પ્રસંગે સાણંદ તાલુકા હેલ્થ ઓફીસર ડો. સંધ્યા રાઠોડ, માનવ સેવા ટ્રસ્ટના ચેરમેન શ્રી મનુભાઈ બારોટ, અન્ય ખાનગી તબીબો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

X
Sanand - રાજ્યમાં પ્રતિ વર્ષ ટી.બી.ના 2000 અને દેશમાં 1 લાખ દર્દીઓ નોંધાય છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App