તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Sanand
  • Sanand બાળકી પર દુષ્કર્મ બાદ હુમલાથી સાણંદ, ચાંગોદરના પરપ્રાંતિયો વતન ભણી

બાળકી પર દુષ્કર્મ બાદ હુમલાથી સાણંદ, ચાંગોદરના પરપ્રાંતિયો વતન ભણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરના ઢુંઢર ગામની 14 માસની બાળા પર પરપ્રાંતિય દ્વારા દુષ્કર્મની ઘટના બાદ લોકો તેમનો ગુસ્સો રાજ્યભરમાં રહેતા પરપ્રાંતિયો પર ઉતારવા લાગ્યા છે. હુમલાના બનાવો બાદ પરપ્રાંતિયોમાં ભય પેદા થતાં પોતાના વતન તરફ જઈ રહ્યા છે. શનિવારે રાત્રેથી જ સાણંદ, ચાંગોદર સહિતના વિસ્તારોમાં પરપ્રાંતિયો પોતાનો સામાન લઇ વતન જવા રવાના થયા હતા.સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સાણંદ GIDC તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય મજૂરો પોતાના વતન જવા માટે બસ તેમજ પ્રાઈવેટ સાધનોમાં રવાના થયા હતા અમદવાદ તરફ જવા માટે સાણંદ બસ ડેપોમાંથી 4 જેટલી વધારાની બસ મુકવામાં આવી હતી. તો ચાંગોદર GIDCમાં પણ પરપ્રાંતિય મજૂરો પોતાના વતન જવા માટે નીકળી પડ્યા હતા જેને લઈને GIDC એકમોમાં સુરક્ષાને લઈને ચાંગોદર પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો જેમાં એક SRP ટુકડી તેમજ 100 જેટલા પોલીસ જવાનો તહેનાત કરાયા હતા. સાણંદ, ચાંગોદર GIDCમાં 200 વધારે કંપની છે. જેમાં મોટા ભાગે પરપ્રાંતિયો કામ કરે છે.

હુમલાઓની ઘટનાઓ બાદ આશરે 2000 પરપ્રાંતિય લોકો પોતાના વતન જવા માટે રવાના થઈ ગયા હતા. તો પરપ્રાંતિય મજૂરો પોતાના વતન જતા રહેતા સ્થાનિક બજારોમાં મંદીનો માહોલ સર્જાયો હતો જેમાં બજારમાં ઘરાકી ન થતા વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો: વી.ડી.ઝાલા પી.આઈ સાણંદ GIDC
સાણંદ બસ ડેપોમાંથી અમદાવાદ તરફ 4 વધારાની બસો દોડાવી.

સાણંદ પી.આઈ સાથે ટેલીફોનીક વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલમાં પરપ્રાંતિયો પર હુમલાઓની ઘટના ને લઈને સાણંદ GIDC એકમમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે જેમાં 1 SRP કંપની પણ તહેનાત કરવામાં આવી છે અને સઘન પેટ્રોલિંગ શરૂ કરાયું છે તેમજ હાલમાં કોઈ પરપ્રાંતિયો લોકો પર હુમલાઓની કોઈ જ ઘટના નથી બની. તેમજ લોકોને અપીલ કરાઈ છે કે અફવા પર ધ્યાન ન આપવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...