તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરપ્રાંતિયોને કાઢી મૂકવા અંગે ખોટો મેસેજ વાઈરલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠામાં 14 માસની બાળકી પર પરપ્રાંતીય યુક દ્વારા આચરવામાં આવેલ દુષ્કર્મ બાદ અનેક શહેરમાં પરપ્રાંતીય પર હુમલાના બનાવો થયા છે અને સોશિયલ મીડિયામાં પણ વૈમનસ્ય ફેલાય તેવા મેસેજ ફેલાવાઈ રહ્યા છે, ત્યારે અમદાવાદ જીલ્લાની મોટાભાગની જીઆઈડીસી અને ફેક્ટરીઓમાં પરપ્રાંતીય મજૂરો કામ કરે છે આ મજૂરોને નોકરીમાંથી કાઢી મુકવા બાબતે આવેદનપત્ર અને રજૂઆતનો મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો થતા પોલીસ દોડતી થઇ હતી.

ચાંગોદરમાં આવેલ જીઆઈડીસી અને ફેકટરીઓમાં કામ કરતા પરપ્રાંતીય મજુરોને હાંકી કાઢવા બાબતે ઠાકોર સમાજ દ્વારા ફેક્ટરી માલિકોને રજૂઆત કરવા અને મીટીંગ અંગેનો મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો, જેના પગલે ચાંગોદર પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરુ કરી હતી.

ચાંગોદર પોલીસે સ્ટેશનના પી.આઈ. વી.એ. ચારણે જણાવ્યું હતું કે ચાંગોદર જીઆઈડીસીમાં રજૂઆત અંગેનો મેસેજ વાઈરલ થયો હતો. મેસેજમાં જે વ્યક્તિનું નામ હતું તે યુવક સામેથી પોલીસ સ્ટેશને આવ્યો હતો અને તેના નામ અંગેનો મેસેજ ખોટો છે તેમ જણાવ્યું હતું. આવો કોઈ મેસેજ તેમણે મોકલ્યો નથી અને અમે કોઈ રજૂઆત કરવા જવાના નથી તેમ જણાવ્યું હતું. કોઈ અજાણી વ્યક્તિએ તેના નામનો મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે અને ચાંગોદર જીઆઈડીસી અને ઠાકોર સમાજના આગેવાનો સાથે પોલીસે મીટીંગ પણ કરી હતી. અને ફેકટરીમાં રાબેતા મુજબ કામકાજ ચાલુ છે.

અનુસંધાન પાના નં. 3 પર...

અન્ય સમાચારો પણ છે...