સાણંદ તાલુકાના પાકો નિષ્ફળ જતા વળતર માટે રજૂઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ | સાણંદતાલુકા માં સતત એક સપ્તાહ કરતા વધારે વરસાદ પડવાના કારણે અને ઉપરવાસના આવતા પાણીથી તમામ પાકો નિષ્ફળ જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

સાણંદ તાલુકાના નીચાણવાળા ગામોમાં નારણપુરા, વીરપુર, દોદર, દવડી, છારોડી, વિરોચનનગર વગેરે ગામો આવેલો છે .આ વિસ્તારમાં ચાલુ સિઝનમાં એક સપ્તાહથી ભારે વરસાદ ને કારણે તમામ પાકો નિષ્ફળ જતા અને જમીનનું ધોવાણ થતા ખેતી નિષ્ફળ ગઈ છે. દોદર ના સેવા સહકારી મંડળીના મંત્રી વી.એ.ડોડીયાએ તમામ પાકોને નુકસાન થયું છે. પાક વીમો તેમજ અન્ય સરકારી સહાય નો લાભ ખેડૂતો ને આપવામાં આવે તેવી રજુઆતો કરી છે.

અન્ય સમાચારો પણ છે...