તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરમગામમાં હિન્દુ સામ્રાજ્ય દિનની ઉજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરમગામ દ્વારા હિન્દૂ સામ્રાજ્ય દિન ઉત્સવની પરંપરાગત રીતે ધર્મજીવન સ્કુલ વિરમગામ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. હિન્દૂ સામ્રાજ્ય દિન નિમિત્તે કબ્બડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બૌદ્ધિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક તથા હિન્દૂ પરંપરા સહિતની સ્થાપનાના ઉદાહરણો આપી વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વિરમગામ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સાણંદ, પાટડી, દસાડા, બોપલ સહિતના સ્થાનો પર હિન્દુ સામ્રાજ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...