ઠંડીનીમાં કાઠિયાવાડી ભોજનની સીઝન ખુલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શીયાળાની સીઝન જામતી જાય છે ત્યારે ઠંડીની સીઝનમાં, શીયાળાની સીઝનમાં લોકો તબીયત બનાવવા લાગ્યા છે. ગામડે- ગામડે, શહેરોમાં કાઠીયાવાડી દેશી ભોજનની પાર્ટીઓ થવા લાગી છે. જેમ જેમ ઠંડી વધતી જાય તેમ રાત્રે પાર્ટીઓ વાધારે જામતી જાય છે અને આ પાર્ટીઓમાં કાઠીયાવાડી દેશી ભોજન જ રાખવામંા આવે છે.

બાવળા, સાણંદ, ધોળકા અને જિલ્લાભરમાં ઠંડીની સીઝનમાં ખાસ તુવેરના ટોઠા, રીંગણાનો ઓળો, લીલી તુવેરના ટોઠા, લીલા ચણાનું શાક, લીલી હળદરનું શાક, આરોગ્ય પ્રદ બાજરીના રોટલા, છાસ, માખણ, ગોળ, મરચા, ટામેટા- ડુંગળીનો સલાડ વગેરેની પાર્ટીઓ મોટા પ્રમાણમાં થાય છે.

ગામડાંઓમાં લોકો ખેતરમાં બોર ઉપર, ફાર્મ હાઉસમાં, શહેરોમાં પાર્ટીપ્લોટમાં, સોસાયટીના કોમન પ્લોટમાં, વાડીમાં પોતાના મિત્રો, સગા- સબંધીઓને બોલાવી પાર્ટીઓ કરી રહ્યા છે. જિલ્લામાં ખાસ કરીને ટોઠા, બાજરીના રોટલા, રીંગણાનો ઓળો, રોટલાની પાર્ટીઓ મોટા પ્રમાણમાં થાય છે. એકાદ વર્ષથી વધારેલો રોટલાની પણ સ્પેશીયલ પાર્ટીઓ થવા લાગી છે. શીયાળાની સીઝન એટલે તબીયત બનાવવાની સીઝન. લોકોને આવી દેશી કાઠીયાવાડી ભોજનની પાર્ટીઓમાં જવામાં ખુબ જ આનંદ આવે છે.

અન્ય સમાચારો પણ છે...