તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અણિયારી ગામથી જુગાર રમતા 19 શખ્સો ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાણંદમાંજુગારીઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. ગુરુવારે સાણંદ તથા મોટીદેવતી ગામે બે સ્થળોએ છાપા માર્યા બાદ શુક્રવારે રાત્રે સાણંદ જીઆઇડીસી પોલીસે અણીયારી ગામે છાપા મારી જાહેરમાં જુગાર રમતા કુલ 19 શખ્સોને ઝડપી લીધા હતા.

મળતી માહીતી મુજબ સાણંદ તાલુકાના અણીયારી ગામે જાહેરમાં જુગાર રમતા 19 શખ્સો જેમાં બુટાભાઇ કાળુ મકવાણા, લાખા અમરશી સોલંકી, રસીક ઢેંગા કો.પટેલ, અશ્વિન ભવાન કો.પટેલ, મનુ શંકર કો.પટેલ, ભકિતરામ પ્રભુ કો.પટેલ, રમેશ નવઘણ કો.પટેલ, વાઘુ કમા કો.પટેલ, કનુ હીરા કો.પટેલ, રાજુ નવઘણ કો.પટેલ, જોરૂ નભા કો.પટેલ, ગણપત કલા કો.પટેલ, વિભા શંકર કો.પટેલ, અમરત શંકર કો.પટેલ, રાજુ ભીમા કો.પટેલ, જયંતી ડુંગર કો.પટેલ, (તમામ રહે. અણીયારી તા. સાણંદ), દશરથ નરસિંહ કો.પટેલ, રમેશ બચુ કો.પટેલ, ભઇરામ ગોરધન કો.પટેલ (ત્રણેય રહે. મોટી કિશોલ તા. વિરમગામ) ને રૂ.23660 ની રોકડ સહીત કુલ રૂ.41660 ના મુદામાલ સાથે શુક્રવારે રાત્રિના 3 કલાકે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો