વિરોચનનગર પાટિયા નજીક કાર પલટી : એકને ઈજા

સાણંદ-વિરમગામ હાઈવે પર આવેલા વિરોચનનગર ગામના પાટિયા નજીક કાર પલટી જતા અંદર બેઠેલા ત્રણમાંથી એકને ઈજા થતા...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:11 AM
Sanand - વિરોચનનગર પાટિયા નજીક કાર પલટી : એકને ઈજા
સાણંદ-વિરમગામ હાઈવે પર આવેલા વિરોચનનગર ગામના પાટિયા નજીક કાર પલટી જતા અંદર બેઠેલા ત્રણમાંથી એકને ઈજા થતા વિરોચનનગર 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ખસેડાયો હતો. રાજસ્થાનના અને અંજાર ખાતે રહેતા હજીદભાઈ શેખાવત પોતાની કાર લઇ કોઈ કામથી અમદાવાદ ખાતે જઈ રહ્યા હતા ત્યારે રવિવારે બપોરે 1 કલાકે તેઓની કાર વિરોચનનગર પાટિયા નજીકથી પસાર થઇ રહી હતી ત્યારે એકાએક કારનું ટાયર ફાટતા કારચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા કર પલટી ખાઈ જતા અંદર બેઠેલ હજીદભાઈને શરીરે ગંભીર ઈજાઓ થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ખસેડાયા હતા.ઘટનાને પગલે કેટલાક સમય માટે ટ્રાફિક પણ જામ થયો હતો અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા .કારને પણ ખાસ્સી નુકશાની થવા પામી હતી. સદનસીબે અંદર બેઠેલા અન્ય બે ઇસમોને કોઈ ઈજા થવા પામી ન હતી. આ અંગે સાણંદ GIDC પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

X
Sanand - વિરોચનનગર પાટિયા નજીક કાર પલટી : એકને ઈજા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App