વિધાનસભાનો ઘેરાવ કરવા માટે સાણંદ-માંડલમાં કોંગ્રેસની બેઠક

જિલ્લાભરમાં વિપક્ષે કવાયત હાથ ધરી

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:11 AM
Sanand - વિધાનસભાનો ઘેરાવ કરવા માટે સાણંદ-માંડલમાં કોંગ્રેસની બેઠક
હાલ રાજ્યમાં ઓછો પડેલ વરસાદ તમેજ ખેડૂતોના દેવા માફીને લઈને ગુજરાતના ખેડૂતોની આ લાચારીને વાચા આપવા માટે તમેજ દેશમાં સતત વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ તેમજ વધતી જતી મોઘવારીની આગ લોકોને દઝાડી રહી છે તેમજ શિક્ષણના વેપારીકરણ, બેરોજગારી જેવા અનેક મુદ્દે વિધાનસભાને 18 સપ્ટેમ્બરને મંગળવારના રોજ ઘેરવા અમદાવાદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાણંદ, માંડલ સહીત જીલ્લામાં કવાયત હાથ ધરાઈ હતી

જેમાં વિધાનસભા ઘેરાવના કાર્યક્રમના આયોજન માટે શનિવારના રોજ માંડલ તાલુકા કોગ્રેસ સમિતિ ની મીટિંગ સવારે 11:00 કલાકે માંડલ ખાતે તેમજ સાણંદ શહેર અને તાલુકા કક્ષાની કોંગ્રેસ સમિતિની મીટિંગ સાંજે 4:00 કલાકે સાણંદ રેસ્ટહાઉસ ખાતે મળી જેમાં અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પંકજસિહ વાઘેલા, નિરીક્ષક બાબુજી ઠાકોર અને કાન્તિભાઈ પ્રજાપતિ પ્રદેશ કોંગ્રેસ સમિતિના હોદેદારો તેમજ કાર્યકર્તાઓ હાજર રહીને આગામી તા18/9/2018ના રોજ વિધાનસભા ધેરાવાના કાર્યક્રમ બાબતે મીટીંગ કરી કાર્યકરોને માર્ગ દર્શન આપીને મોટી સંખ્યામાં ખેડૂતોની હાજર રહેતે માટે તે માટે અનુરોધ કર્યો હતો.

X
Sanand - વિધાનસભાનો ઘેરાવ કરવા માટે સાણંદ-માંડલમાં કોંગ્રેસની બેઠક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App