તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઋષિ બાલમંદિરનાં સ્થાપના દિને વાર્ષિકોત્સવ ઉજવાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદનાઋષિ બાલમંદિરના 69મા સ્થાપના દિને સંસ્થાનો વાર્ષિકોત્સવ રંગેચંગે ઉજવાયો હતો. જેમાં સંસ્થાના જુનિ.કેજી તથા સિ.કેજીના ભૂલકાઓએ સુંદર વેશભૂષામાં સજ્જ થઇને નાટક, એકપાત્ર અભિનય, ગરબો વિગેરે પોતાની કલાને સુંદર રીતે રજુ કરી હતી.

પ્રસંગે ટ્રસ્ટી કાંતિભાઇ પટેલ, સીતારામ બાપુ વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વાલીઓએ પણ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહીત કર્યા હતા. આચાર્યા પન્નાબેન તથા તેમની ટીમે સુંદર તૈયારી સાથે બાળકોને કાર્યક્રમમાં ભાગ લેવા ખુબ જહેમત ઉઠાવી પ્રેરિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...