સાણંદ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના ઝાપટા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના ઝાપટા

સાણંદ વિસ્તારમાં ચાલુ સીઝન માં હાલ સુધી વાવણી લાયક પણ વરસાદ નથી પડ્યો ત્યારે બુધવારે બપોરે કલાકે સાણંદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરુ થતા વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં પણ આનંદ ની લાગણી ફેલાઈ હતી.જો કે વરસાદ માત્ર વીસેક મિનીટ વરસ્યો હતો એટલે ખેડૂતો ફરી એક વાર નિરાશ થયા હતા.અષાઢ મહિનાની શરૂઆત થઇ છતાં સાણંદ પંથક માં સંતોષ કારક વરસાદ એક પણ વખત વરસ્યો નથી માત્ર ઝરમરિયા કરીને મેઘરાજા ગાયબ થઇ જાય છે.ત્યારે ખેડૂતો ની ચિંતામાં પણ વધારોથાઈ રહ્યો છે.જો કે બુધવાર બપોરે પડેલા ઝાપટા બાદ મેઘ મહેરની આશા બંધાઈ છે. તસ્વીરજીગ્નેશ સોમાણી

અન્ય સમાચારો પણ છે...