સાણંદમાં જે.ડી.જી.કન્યા વિધાલયમાં શિબિર યોજાઇ
સાણંદ તાલુકાના સાણંદ ગામે જે.ડી.જી.કન્યાવિદ્યાલય ખાતે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. શિલ્પા યાદવના પ્રમુખ સ્થાને તરુણીઓની શિબિર યોજવામાં આવી હતી.
પ્રારંભમાં સ્વાગત પ્રવચન જે.ડી.જી. કન્યા વિદ્યાલયના આર્ચાયા દિપ્તીબેન જોષી દ્વારા કરવામાં આવ્યંુ હતું. તેઓએ મહાનુભાવોનંુ શબ્દોથી સ્વાગત કર્યું હતંુ. સાણંદ તાલુકા હેલ્થ ઓફીસર ડો.સધ્યા રાઠોડે તરુણીઓને માસીક ધર્મઅંગે જાણકારી આપી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. શિલ્પા યાદવે તરુણીઓના આરોગ્ય અને માસીક ધર્મ બાબતે તરુણીઓને વિગતવાર માર્ગદર્શન આપ્યંુ હતંુ. ડો. શિલ્પા યાદવે માસીક ધર્મ વખતે સેનેટરી નેપકીન વાપરવા બાબતે માગર્દશન આપ્યુ હતુ.અને રેડીયોવનના જોકી દેવાંગ (પેડમેન) દ્રારા દરેક તરુણીઓને સેનેટરી નેપકીન આપવામા આવ્યા હતા તે સેનેટરી નેપકીન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા યાદવ દ્રારા તરુણીઓને સેનેટરી નેપકીનનું વિતરણ કરવામા આવ્યુ હતુ. અને કુલ 350 તરુણીઓને સેનેટરી નેપકીન નુ વિતરણ કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમ મા તાલુકા હેલ્થ ઓફીસર ડો. સધ્યા રાઠોડ જિલ્લા આઇ.ઇ.સી. અધિકારી વિજય પંડિત તથાબીપીન પટેલ આચાર્યા દિ૫તીબેન જોષી તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.