સંસ્કાર વિદ્યાલયમાં ડીજીટલ બેંકીંગ કેશ લેસ પેમેન્ટ અંગે સેમિનાર યોજાયો
ભારતનાવડાપ્રધાન દ્વારા ડીજીટલ ઇન્ડિયા કેમ્પેઇન શરૂ કરાયું છે. જેમાં શહેરની સંસ્કાર વિદ્યાલય ખાતે ડીજીટલ બેંકીંગ અને કેશ લેસ પેમેન્ટ અંગે સેમિનાર યોજાયો હતો. જાણકારી માટે ટેક્ષ કન્સલટન્ટ વિમલભાઇ ત્રિવેદીએ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો સહીતને ડીજીટલ બેંકીંગ અને કેશ લેસ પેમેન્ટ અંગે ઉંડાણ પુર્વક માહીતી પૂરી પાડી હતી. શાળાના આચાર્ય ભગતસિંહ સિસોદીયા ઉપસ્થિત રહ્યા હતા.